ઉલ્હાસનગરમાં માતાની ફરિયાદ બાદ ઇસ્લામ કબૂલ કરનારી મહિલાની ધરપકડ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
ઉલ્હાસનગરમાં માતાની ફરિયાદ બાદ ઇસ્લામ કબૂલ કરનારી મહિલાની ધરપકડ 1 - image


વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશકનો વીડિયો જોયા બાદ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો

મુંબઇ: ઉલ્હાસનગરમાં કેરળ ફાઇલ હિન્દી ફિલ્મ જેવી ઘટના બની છે. એક પરિવારે વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં પુત્રીએ ઇસ્લામ સ્વીકારી લીધો અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દબાણ કરવાની શંકાના લીધે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે માતાની ફરિયાદના આધારે ધર્મ પરિવર્તન કેસના સંબંધમાં પુત્રી સહિત બેની ધરપકડ કરી છે. આ મામલામાં આઠ આરોપી ફરાર છે પોલીસ તેમને શોધી રહી છે. ફરિયાદી તેના પરિવાર સાથે ઉલ્હાસનગર કેમ્પ-૪, સમતાનગર વિસ્તારમાં રહે છે. તે બાજુમાં રહેતા અફિદા શેખના બાળકોનું ટયુશન લેતી હતી. જેના કારણે શેખ પરિવાર ઘણી વખત ફરિયાદીના ઘરે આવતો હતો. 

ફરિયાદીની પુત્રી શેખ પરિવારના પ્રભાવ હેઠળ અને સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશકના વીડિયો જોયા બાદ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો. ફરિયાદી જૂન ૨૦૨૨માં લંડનમાં હતી. ત્યારે પુત્રીનું ધર્માતરણ થયું હતું.પુત્રી પાસે બળજબરીથી ઇસ્લામ સ્વિકારવામાં આવ્યો હતો તેની પુત્રી બાદમાં ગાયબ હતી.

ફરિયાદીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨માં તેને ઉલ્હાસનગર અને અંબરનાથ મસ્જિદ ટ્રસ્ટ તરફથી એક પત્ર મળ્યો હતો. એમાં તેની પુત્રીના ધર્મ પરિવર્તનની પુષ્ટિ કરવામાં આવી હતી.પુત્રીએ તેના પિતાના ખાતામાંથી પૈસા પણ કાઢી લીધા હતા. પુત્રીનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું છે. તેને ગેરકાયદેસર પ્રાવૃત્તિઓમાં સામેલ થવા જાટે દબાણ કરવામાં આવી શકે છે.

પોલીસે મહિલાની ફરિયાદના આધારે ૧૫૩-એ, ૨૯૫, ૨૯૫-એ, ૨૯૮, ૩૨૪, છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ ૧૦ જણ સામે કેસ નોંધ્યો હતો. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદીની પુત્રીની સાથે વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આઠ ફરાર છે.  બંનેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા કોર્ટે તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી. 


Google NewsGoogle News