મુંબઈના પૂર્વ મેયર દત્તા દલવીની ધરપકડ, CM શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો કર્યો હતો પ્રયોગ
Image Source: Twitter
- સંજય રાઉત પોતાના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા
મુંબઈ, તા. 29 નવેમ્બર 2023, બુધવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ પૂર્વ મેયર અને શિવસેના (UBT) નેતા દત્તા દલવીની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી ભાંડુપ પોલીસે આપી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શિવસેના નેતા સંજય રાઉત પોતાના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
આ ધારાઓ હેઠળ કેસ દાખલ
સીએમ એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ દત્તા દલવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની વિરુદ્ધ મુંબઈના ભાંડુપ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ભાંડુપ પોલીસે IPCની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504, અને 505 હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો
ભાંડુપ પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે ભાંડુપ સ્ટેશન પાસે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં દત્તા દલવીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ એકનાથ શિંદે જૂથના વિભાગ પ્રમુખ દ્વારા દત્તા દલવી વિરુદ્ધ કોસ દાખલ કરાવવામાં આવ્યો હતો.