નવી મુંબઈમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદશી દંપતીની ધરપકડ
- ભારતમાં પ્રવેશ અને વસવાટના કોઈ દસ્તાવેજો નહીં
- તૂર્ભે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બંનેની ધરપકડ કરી
મુંબઇ : નવી મુંબઈમાં પોલીસે એક બાંગ્લાદેશી દંપતીનીે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, નવી મુંબઈના તૂર્ભે પોલીસ સ્ટેશનને એક સૂચના મળી હતી. મળતી માહિતીના આધારે કાર્યવાહી કરતા પોલીસની એક ટીમે શનિવારે મોડી રાત્રે તૂર્ભેના રાઠી- બંગાલીપાડા વિસ્તારના એક મકાન પર દરોડો પાડયો હતો.
દરોડામાં અનારુલ અશરફ સરદાર (ઉ.વ. ૩૪) અને તેની પત્નિ મિથુ અનારુલ (ઉ.વ. ૨૭) ની પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, એમ અધિકારીએ વધુમાં કહ્યું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, આ દંપતી પાસે ભારતમાં પ્રવેશ કરવા અને દેશમાં રહેવા માટ ે તેમની પાસે કોઈ માન્ય દસ્તાવેજો નહોતા. હાલ આ મામલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.