ફિલ્મોમાં કામ આપવાને સેક્સ રેકેટ ચલાવતા પ્રોડયૂસરની ધરપકડ
ભાયંદરની હોટલને પ્રોડક્શન સેટ તરીકે દર્શાવાતી હતી
સેક્સ રેકેટમાં સામેલ અભિનેત્રી તથા પ્રોડયૂસરોની એક જ દલીલઃ લોકડાઉનમાં હાલત ખરાબ થઈ એટલે આ વ્યવસાય શરુ કર્યો
મુંબઇ : ભાઇંદરમાં એક વૈભવી હોટેલમાં ફિલ્મ પ્રોડયુસર દ્વારા ચલાવવામાં આવતા હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ફિલ્મોમાં કામ આપવાને બહાને યુવતીઓ પાસે દેહવ્યવસાય કરાવવામાં આવતો હતો. પોલીસે ફિલ્મ નિર્માતા અને તેના એક સાથીદારની ધરપકડ કરી ચાર યુવતીને સેક્સ રેકેટમાંથી બચાવી લીધી હતી.
લોકડાઉનથી આર્થિક સ્થિતિ નબળી બની જતા પીડિત યુવતી સેક્સ રેકેટમાં સામેલ થઈ હોવાનું કહેવાય છે.
ભાઇંદરમાં ફિલ્મ પ્રોડક્શન સેટઅપ તરીકે દર્શાવવામાં આવતી લક્ઝરી હોટેલમાં પોલીસે માહિતીના આધારે દરોડા પાડયા હતા. આ દરમિયાન આરોપી ફિલ્મ નિર્માતા સોલોમોન નારકાંથેલુ (ઉં. વ. ૫૫) અને તેના સાથીદાર ચંદ્રરાજ ઉર્ફે મિચેલ ડેવિડની ધરપકડ કરવામાં આવી હતી.
મલાડમાં રહેતા નિર્માતા સોલોમોન તેના સાથીદારની મદદથી ફિલ્મ, ટીવી સિરિયલ, વેબ સિરીઝમાં અભિનેત્રી તરીકે કામ કરવા માગતી યુવતીનો સંપર્ક કરતો હતો. ફિલ્મોમાં કામ આપવાને બહાને તેમને મુંબઈ, મીરા-ભાઇંદર, થાણે, લોનાવલા અને અન્ય સ્થળે હોટેલમાં બોલાવીને દેહવ્યવસાય કરાવવામાં આવતો હતો. આરોપીઓ ગ્રાહકો પાસેથી હજારો રૃપિયા પડાવતા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પોલીસે આવા જ એક સેક્સ રેકેટનો પ્રકાશમાં લાવીને મલાડની ૧૭ વર્ષીય કિશોરીને ઝડપી લીધી હતી.
બિહાર, નેપાળથી કામની ોધમાં મુંબઈ આવતી યુવતી પાસે આ કિશોરી દ્વારા દેહવ્યવસાય કરાવવામાં આવતો હતો. વાશીની એક હોટેલ પર દરોડા પાડી પોલીસે ચાર યુવતીને બચાવી લીધી હતી.