માત્ર આરોપના આધારે ધરપકડ ન થાય, પોલીસ પહેલાં સત્યતા ચકાસે

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
માત્ર આરોપના આધારે ધરપકડ ન થાય, પોલીસ  પહેલાં સત્યતા ચકાસે 1 - image


ખોટી રીતે ધરપકડ માટે પત્રકારને પચ્ચીસ હજારનાં વળતરનો આદેશ

ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળ નોટિસ જરુરીઃ ધરપકડના સંજોગો અંગ ડીસીપીને તપાસનો આદેશ

મુંબઈ :  ખંડણીના કેસમાં થાણેના પત્રકારની ધરપકડ ગેરકાયદે ઠેરવીને બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે કોઈ ધરપકડ માત્ર ગુનાના આરોપને આધારે સહજતાથી થવી જોઈએ નહીં અને પોલીસે પહેલાં સત્યતા ચકાસવી જરૃરી છે.

કોર્ટે મહારાષ્ટ્ર સકારને રૃ.  પચ્ચીસ હજારનું વળતર પત્રકાર અભિજીત પડલને આપવાનો આદેશ આપ્યો છે અને કોર્ટે જણાવ્યું હતું કે ત્રણ દિવસ જેલમાં રાખવાથી તેને સ્વતંત્રતાનો અધિકાર છીનવાયો છે.

કોર્ટે પોલીસ વડાને પત્રકારની ધરપકડ કરનારા વાકોલા પોલીસસ્ટેશનના પોલીસના વ્યવહારની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.

પોલીસે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૪૧એ હેઠળ નોટિસ આપી ન હોવાથી તેની ધરપકડ ગેરકાયદે જાહેર કરવાની અરજીમાં દાદ માગી હતી.

ધરપકડ જરૃરી હોવાની ખાતરી કર્યા વિના વ્યક્તિની ધરપકડ કરવીજોઈએ નહીં અને પોલીસે વ્યક્તિને તેનું નિવેદન રેકોર્ડ કરવા નોટિસ જારી કરી શકે છે એમ કલમ ૪૧એ હેઠળ જણાવ્યું છે.

પડાળે સામેનો ગુનો સાત વર્ષથી ઓછી સજાને પાત્ર હતો અને તેને નોટિસ આપવી જોઈતી હતી એમ હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું.

કોર્ટે નોંધ કરી હતી કે પોલીસે નોટિસ તૈયાર કરી હતી પણ આપી નહોતી. ધરપકડ કરવાની સત્તા એક  વાત છે અને સત્તાનો ઉપયોગ કરવાની સાર્થકતા બીજી વાત છે, એમ હાઈકોર્ટે જણાવીને ઉમેર્યું હતું કે પોલીસ અધિકારીઓએ ધરપકડનું કારણ સમજાવી શકવા જોઈએ.

કોર્ટે ડીસીપી સ્તરના અધિકારીની નિયુક્તિ કરીને પોલીસની વર્તણૂકની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પડલેન પચ્ચીસહજારનું વળતર દસ દિવસમાં આપવાનું અને ધરપકડ માટે જવાબદાર અધિકારી પાસેથી વસૂલવાનો આદેશ કોર્ટે આપ્યો છે. પડલની ધરપકડ કરીને બીજા દિવસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.



Google NewsGoogle News