Get The App

ન્યુ ઈન્ડિયા બેન્ક કેસના આરોપીઓની 167.85 કરોડની મિલકતને ટાંચની મંજૂરી

Updated: Apr 4th, 2025


Google News
Google News
ન્યુ ઈન્ડિયા બેન્ક કેસના આરોપીઓની 167.85 કરોડની મિલકતને ટાંચની મંજૂરી 1 - image


ચારકોપના એસઆરએ પ્રોજેક્ટનો પણ મિલકતમાં  સમાવેશ

નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદા હેઠળ શહેરમાં થયેલી પ્રથમ કાર્યવાહીઃ હિતેશ મહેતાની કુલ ૨૧ મિલ્કતો સામેલ

મુંબઈ -  ન્યુ ઈન્ડિયા કોઓપરેટિવ બેન્કમાં કરોડોની ઉચાપતના કેસમાં પાંચ આરોપીઓની રૃ.૧૬૭.૮૫ કરોડની ૨૧ મિલકતને ટાંચમાં લેવાની કોર્ટે પરવાનગી આપી  છે. નવો ફોજદારી કાયદો અમલમાં આવ્યા બાદ શહેરમાં આવી પહેલી ઘટના છે.

મેજિસ્ટ્રેટે બુધવારે મંજૂરી આપ્યા બાદ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ મિલકતને ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે.

પકડાયેલા આરોપીઓમાંના એક બિલ્ડર ધર્મેશ પૌનના ચારકોપમાં ૧૫૦ કરોડના એસઆરએ પ્રોજેક્ટનો પણ આ મિલકતોમાં સમાવેશ થાય છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૭ હેઠળ પહેલી વાર આ રીતની કાર્યવાહી થઈ હોવાનું આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું હતું. આ કલમ હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ થકી સીધી કે આડકતરી રીતે પ્રાપ્ત કરાયેલી કે મેળવાયેલી કોઈ પણ મિલકતને પોલીસ ટાંચ મારી શકે છે.

આર્થિક ગુના શાખાની અરજીના જવાબમાં કોર્ટે  બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતાના સાત ફ્લેટ, દુકાન અને  એક બંગલો સહિતની ૨૧ મિલકતને ટાંચમાં લેવાની પરવાનગી આપી છે.

અન્ય મિલકતોમાં આરોપી કપિલ દેઢિયાનો ફ્લેટ, ઉન્નહલથન અરુણાચલમની દુકાન અને બિઝનેસમેન જાવેદ આઝમની બિહારમાં આવેલી જદુકાન, પટના અને મધુબનીના ફ્લેટોનો સમાવેશ થાય છે.

બેન્કના ૧૨૨ કરોડની ઉચાપતના કેસમાં આર્થિક ગુના શાખાએ પકડેલા આઠ આરોપીઓમાં આ લોકોનો સમાવેશ છે.


Tags :