Get The App

મરાઠા કૂચના કારણે કાલે એપીએમસી બંધ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
મરાઠા કૂચના કારણે કાલે એપીએમસી બંધ 1 - image


હજારો મરાઠા નવી મુંબઈ પહોંચશે

ગુરુવારે કૂચના કારણે બંધ પછી શુક્રવારે પ્રજાસત્તાક દિનની જાહેર રજા છે

મુંબઇ :  નવી મુંબઈ ખાતેની  એપીએમસી (એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમિટી) ગુરુવારે તા. પચ્ચીસમી જાન્યુઆરીએ મરાઠા અનામત આંદોલનકારીઓના મોરચાના આગમન નિમિત્તે બંધ રહેશે. 

મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટિલ હજારો સાથી આંદોલનકારીઓ સાથે શુક્રવારે જાલનાના અંતરવાલી સરારી ગામથી કૂચ શરૃ કરી હતી. આંદોલનકારીઓ  પચ્ચીસમી જાન્યુઆરીએ નવી મુંબઇ અને ૨૬મીએ મુંબઇ પહોંચશે. પચ્ચીસમીએ નવી મુંબઇ સ્થિત એપીએમસી બંધ રહેશે. અને મરાઠા આંદોલનકારીઓને રહેવાની સુવિધા આપવામાં આવશે ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની જાહેર રજા છે.

કૂચના ચોથા દિવસે મંગળવારે આંદોલનકારીઓ પુણેમાં હતા અને બુધવારે લોનાવાલા પહોંચશે. પચ્ચીસમી જાન્યુઆરી એપીએમસીના પાંચેય બજાર બંધ રહેશે.



Google NewsGoogle News