મુમ્બ્રા પોલીસ સ્ટેશનનો એપીઆઈ 35 હજાર રૃપિયાની લાંચ લેતા ઝડપાયો
મુંબઈ : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઓફિસરને ૩૫ હજાર રૃપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.
મુમ્બ્રા પોલીસ સ્ટેશનના એપીઆઈ રમેશ લાગીહુડે (ઉ.વ.૫૨)એ ફરિયાદી સામે કલમ ૩૭૬ અને આઈઆટી એક્ટ પ્રમાણે કાર્યવાહી ન કરવા તેની પાસે ૮૦ હજાર રૃપિયા લાંચ માગી હતી.
પરંતુ તે લાંચ આપવા માગતો નહોતો આથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ તપાસ કરતા લાહીગુડે ૩૫ હજાર રૃપિયાની લાંચ લેવા તૈયાર થઈ ગયો હોવાનું માલૂમ પડયું હતું.
છેવટે એસીબીના અધિકારીએ આજે જાળ બિછાવીને લાહીગુડેને ૩૫ હજાર રૃપિયાની લાંચ લેતા પકડી લીધો હતો. આ પ્રકરણમાં મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.