સલમાન ઉપરાંત બીજા 2 કલાકારોના ઘરની પણ બિશ્નોઈ ગેંગ દ્વારા રેકી
સુરક્ષા ખાતર કલાકારોના નામ જાહેર ન કરાયાં
આરોપીના મોબાઈલ ફોનમાં અન્ય 2 કલાકારોના ઘરના વીડિયો મળી આવ્યા
મુંબઈ : બંગ અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગના કેસમાં પકડાયેલા આરોપીની મોહમ્મ રફીક ચૌધરીની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી છે. બોલીવુડના અન્ય બે કલાકારના ઘરના વીડિયો ચૌધરીના મોબાઈલ ફોનમાં મળ્યા છે. આથી આ કલાકારો પર બિશ્નોઈ ગેંગના રડાર પર હતા એમ કહેવાય છે.
ઘણી વખત ચૌધરીએ સલમાનના ઘરની રેકી કરી હતી. ગોળીબારના બે દિવસ પહેલાં તેણે સલમાનના નિવાસસ્થાનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો અને ફોટા લીધા હતા. બાદમાં તેને ગેંગના અન્ય મેમ્બરને મોકલ્યા હતા પછી વીડિયો અને ફોટા અનમોલ બિશ્નોઈને ફોરવર્ડ કરાયા હતા.
આરોપી ચૌધરીએ સલમાન જ નહીં પરંતુ બોલીવુડના અન્ય બે કલાકારના ઘરની પણ રેકી કરી હતી. તેના મોબાઈલ ફોનમાંથી આ કલાકારોના ઘરનો વીડિયો મળી આવ્યો છે. પોલીસે સુરક્ષાના કારણોસર આ કલાકારોના નામ જાહેર કર્યા નથી.