અનુપમ ખેરે દશેરાને બદલે રામનવમીની શુભેચ્છા આપી
પીઢ અભિનેતાએ મોટો છબરડો વાળ્યો
સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયો, લોકોએ નકલી હિન્દુની ઉપમા આપી દીધી
મુંબઇ : અનુપમ ખેરે દશેરાના દિવસે લોકોને રામનવમીની શુભેચ્છા આપી દેતાં ભારે ટ્રોલ થયો હતો. લોકોએ તેને નકલી હિન્દુ ગણાવી આકરી ટીકા કરી હતી.
અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે, તમને દરેકને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ. હેપ્પી રામનવી. મહાનવમીના સ્થાને રામનવમીની શુભેચ્છા આપતા સોશયલ મીડિયાના યુઝર્સોએ તેને નકલી હિંદુમાં ખપાવ્યો હતો.
અનુપમ ખેર લાંબા સમયથી જમણેરી રાજકીય વિચારધારાને કારણે ચર્ચામાં છે. આ સમયે તેણે હિન્દુ તહેવારમાં જ છબરડો વાળતાં લોકોના રોષનું નિશાન બન્યો હતો.
ચૈત્ર મહિનામાં ચૈત્રી નવરાત્રિ હોય છે જ્યારે આસો મહિનામાં શારદીય નવરાત્રિ હોય છે. રામ નવમી ચૈત્રી નોરતાંમાં આવે છે. પરંતુ, અનુપમ ખેરે ભૂલથી આ નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિ માનીને રામનવમીની શુભેચ્છા આપી દીધી હતી.