એન્ટોપ હિલની કરિયાણાની દુકાનમાં આગઃ વૃધ્ધનું મોત
2 ગેસ સિલિન્ડરો ફાટયા
70 વર્ષના સિનિયર સિટિઝન દુકાન ઉપરના માળિયામાં ફસાઈ જતા જીવ ગુમાવ્યો
મુંબઈ : આગ લાગવાની ઘટનામાં જીવ ગુમાવવાની વધુ એક ઘટના મુંબઈમાં બની છે. એન્ટોપ હિલમાં ગઈકાલે રાતે કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળ્યા પછી ૭૦ વર્ષીય વૃધ્ધનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. દુકાનની ઉપરના માળીયામાં વૃધ્ધ ફસાઈ ગયા હતા. તેઓ બહાર આવી શક્યા નહોતા અને ૧૦૦ ટકા દાઝી ગયા હતા.
આગના લીધે બે ગેસ સિલિન્ડરનો પણ જોરદાર વિસ્ફોટ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો, ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગત થોડા સમયમાં મુંબઈમાં આગ લાગવાના અનેક બનાવ બન્યા છે અને ઘણા લોકોના મોત થયા છે. જેના લીધે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.
વડાલા (પૂર્વ) સ્થિત એન્ટોપ હિલ ખાતે જય મહારાષ્ટ્ર નગરમાં ગઈકાલે રાતે ૧૧.૫૪ વાગ્યે આ ઘટના બની હતી. અહીં કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી હતી. જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી. સંબંધિત વિસ્તાર ગીચ હોવાથી રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા હતા.
ુકાનના ઉપરના માળા પર ૭૦ વર્ષીય પન્નાલાલ વૈશ્ય અં ર ફસાઈ ગયા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ, મહાનગરપાલિકાના કર્મચારી બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા.
સ્થાનિક લોકોએ અગ્નિશામક દળની ટીમને જણાવ્યું હતું કે 'દુકાનના ઉપરના માળા પર બે સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. આગના લીધે મકાનને ભારે નુકસાન થયું હતું. આગમાં ઈલેકટ્રિક વાયરિંગ, ઈન્સ્ટોલેશન્સ, ઘરની વસ્તુઓ, કરિયાણાની સામગ્રી સળગી ગઈ હતી.
અગ્નિશામક દળે આગ પર કાબૂ મેળવી વૃધ્ધ પન્નાલાલને હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ ૧૦૦ ટકા દાઝી ગયા હતા. આગ શોર્ટ સર્કિટ કે અન્ય ક્યા કારણથી લાગી એની તપાસ ચાલી રહી છે.