કાંદિવલીના ગ્રોવેલ 101 મોલને રોડ માટે જમીન સોંપવા ફરી નોટિસ
પાલિકાએ અગાઉ જ વળતર પેટે એફએસઆઈ આપી દીધી છે
અકુર્લી રોડને વેસ્ટર્ન એક્સપ્રેસ સાથે જોડતા ડીપી રોડ માટે જમીન છુટી કરવાની પહેલી નોટિસને મોલ સંચાલકો ઘોળીને પી જતાં બીજી નોટિસ
મુંબઈ: કાંદિવલી (પૂર્વ) માં આવેલા ગ્રોવેલના ૧૦૧ મોલના મેનેજમેન્ટનેમુંબઈના વિકાસ યોજના (ડીપી) હેઠળ રોડ માટે આરક્ષિત કરાયેલી જમીનો કબજો સોંપી દેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બીજી નોટિસ મોકલાવી છે. આ અગાઉ, પહેલી નોટિસ ફેબ્આરી૨૦૨૪માં મોકલવામાં આવી હતી. પરંતુ, સંચાલકોએ કોઈ પ્રતિસાદ ન આપતાં હવે બીજી નોટિસ અપાઈ છે એમ મહાપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.
પાલિકાના આર/દક્ષિણ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર લાલિલ તાલેકરે જણાવ્યું હતું કે મોલની માલિકી ધરાવતી કંપનીને પહેલાથી જ એફ. એસ. આઈ ( ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) જમીન સામે વળતર આપવામાં આવ્યું છે.આથી તેમણે વહેલી તકે આ રોડની જમીન મહાપાલિકાને સોંપી દેવી જોઈએ.
લોખંડવાલા રેસિડેન્ટ્સ એસોસિએશન અને એક સામાજિક સંસ્થા, એનજીઓની અનેક ફરિયાદો પછી, પાલિકાએ મોલના સત્તાવાળાઓને જમીન સોંપવા કહ્યું હતું.
મહાપાલિકાએ તૈયાર કરેલા ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૪માં ગોવેલ ૧૦૧ શોપિંગ મોલનો એક આંતરિક રસ્તો પણ હસ્તગત કરવાની દરખાસ્ત છે. આ રોડ ે અકુર્લી સબવેને બાયપાસ કરીને અકુર્લી રોડને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડશે. અકુર્લી સબવે ખાતે ે પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે. ગત જાન્યુઆરીમાં મોલ સત્તાવાળાઓએ હાઇવે સુધીનો આંતરિક પ્રવેશ માર્ગ બંધ કરી દીધો હતો તે પછી, તે વાહનચાલકો તેમજ રહેવાસીઓના સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ કર્યો હતો.
રહીશોના સંગઠનોની અનેક રજૂઆત બાદે સ્થાનિક સાંસદ ગોપાલ શેટ્ટીએ પણ આર-દક્ષિણ વોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે ડીપી વિભાગને એક પત્ર લખીને ડીપી રોડ માટે જમીન કબજે લેવા જણાવ્યું હતું.