Get The App

માથેરાનમાં પર્યટકો માટે ઈ રીક્ષાના ઉપયોગ પર પ્રતિબંધથી નારાજગી

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
માથેરાનમાં પર્યટકો  માટે ઈ રીક્ષાના ઉપયોગ પર  પ્રતિબંધથી નારાજગી 1 - image


પર્યટકોની સંખ્યા પર અસર પડવાની આશંકા

સ્થાનિક લોકોની ઉપરાંત વિદ્યાર્થીઓની અવરજવર માટે જ મંજૂરીના નિર્ણય સામે વિરોધ

મુંબઇ :  માથેરાનમાં  પર્યટકોને ઈ રીક્ષા ઉપલબ્ધ ન કરાવવાના  માથેરાન ઇકોસેન્સિટિવ ઝોન મોનિટરિંગ કમિટીના નિર્ણયનો  ભારે વિરોધ થયો છે. આ નિર્ણયથી પર્યટકોની સંખ્યા પર માઠી અસર થશે અને તેના લીધે સરવાળે સમગ્ર પર્યટન મથકની ઈકોનોમી ખોરવાશે તેવો અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 

આ કમિટીની બેઠકની મિનિટસની વિગતો હવે બહાર આવી છે. તેમાં ઈ રીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે તથા સ્થાનિક નાગરિકો માટે જ ચલાવવાનું સુચવાયું છે. 

ત્રણ મહિનાની ટ્રાયલ ઇ-રિક્ષા સર્વિસનો અંત માર્ચ મહિનામાં આવ્યો હતો. એક્ટિવિસ્ટો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઈ રીક્ષા પર્યટકો માટે પણ ઉપલબ્ધ હોવી જોઈએ. તે વિના પર્યટકોની સંખ્યા ઘટી જશે. 

કમિટીએ ે ૨૦ ઇ-રિક્ષાની જરૃરિયાત માટે સુપ્રિમ કોર્ટની પરવાનગી માગવાની ભલામણ કરી છે. જો પરવાનગી મળે તો ફરીથી ૧૨ મહિનાના ટ્રાયલ સમયગાળામાં ઇ-રિક્ષા સર્વિસ શરૃ થશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઈ રીક્ષા માટે બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનું નક્કી થયું હતું. પરંતુ, તેને બદલે જૂના હાથ રીક્ષા ચલાવનારાઓને જ  તે માટે પરવાના આપવા જોઈએ તેવી માગણી થઈ હતી.



Google NewsGoogle News