Get The App

કાંદા પર 40 ટકા એક્સપોર્ટ ડયૂટીમાંથી કર્ણાટકને મુક્તિ અપાતાં મહારાષ્ટ્રમાં રોષ

Updated: May 31st, 2024


Google NewsGoogle News
કાંદા પર 40 ટકા એક્સપોર્ટ  ડયૂટીમાંથી કર્ણાટકને મુક્તિ અપાતાં મહારાષ્ટ્રમાં રોષ 1 - image


મહારાષ્ટ્રના ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચેતવણી

કરર્ણાટકના નેતાએ રજૂઆત કરી, મહારાષ્ટ્રના નેતાઓ કાચા પડયા, એકને ગોળ અને બીજાને ખોળની નીતિ સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો

મુંબઇ - કેન્દ્ર સરકારે કાંદા પરની ૪૦ ટકા એકસ્પોર્ટ ડયુટીમાંથી કર્ણાટકને  સંપૂર્ણપણે મુક્તિ આપતા મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક ખેડૂતો અને બજાર સમિતિના વેપારીઓનો રોષ ભભૂકી ઉઠયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પક્ષપાતી ગણાવીને આકરી ટીકા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અઠવાડિયામાં ૪૦ ટકા ડયુટી રદ્દ નહી કરે તો ઉગ્ર આંદોલનની મહારાષ્ટ્રના ખેડૂતોએ ચેતવણી આપી છે.

કાંદાના ઘરઆંગણે વધતા જતા ભાવ કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો આ પ્રતિબંધ સામે ચાર તરફથી જોરદાર વિરોધ અને આંદોલનો થયા હતા. આખરે લોકસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્ર સરકારે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો પણ ૪૦ ટકા એક્સપોર્ટ ડયુટી લાદી હતી.

 રમ્યાન કર્ણાટકના સાંસ   એસ. મુનીસ્વામીએ ૨૮મી મેના રોજ કેન્દ્ર સરકારને પત્ર પાઠવી કર્ણાટકના કાં ાને ૪૦ ટકા ડયુટીમાંથી મુક્તિ આપવાની રજૂઆત કરી હતી. તરત જ કેન્દ્ર સરકારે ડયુટી માફ કરી  ીધી હતી. પરિણામે આખા  ેશમાં સૌતી વધુ કાં ાનું ઉત્પા ન કરતા મહારાષ્ટ્રના નાસિક   જિલ્લાના ખેડૂતો તેમ જ લાસલગાંવ બજાર સમિતિના વેપારીઓ તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે ૪૦ ટકા નિકાસ ડયુટીને કારણે મહારાષ્ટ્રના કાં ાની નિકાસને જબરજસ્ત ફટકો પડયો છે.

આ અગાઉ જ્યારે કાંદાની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હતો ત્યારે કેન્દ્ર સરકારે માત્ર ગુજરાતના સફેદ કાંદાની નિકાસની છૂટ આપી દીધી હતી. ત્યારે પણ મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

કર્ણાટક અને ગુજરાતને માટે જુદી નિકાસનીતિ અમલમાં મૂકવાના કેન્દ્રના નિર્ણયને મહારાષ્ટ્રના ખેડૂતોએ પક્ષપાત  જણાવ્યો છે. મહારાષ્ટ્રના કાંદાની ડયુટી પણ સંપૂર્ણ માફ  કરવાની માંગણી કરવામાં આવી છે. આઠ દિવસમાં આ માગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની કેન્દ્રને ચેતવણી આપવામાં આવી છે.

સ્વાભિમાની શેતકરી સંગઠનના અધ્યક્ષ સંદીપ જગતાપે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર તરફ ઓરમાયું વલણ અપનાવ્યું છે.  કેન્દ્ર સરકારની ફરજ છે દેશભરના કિસાનો સાતે સમાન વ્યવહાર કરવામાં આવે. અમારી એકમાત્ર માગણી છે કે વહેલી તકે કાંદા પરની ૪૦ ટકા ડયુટી માફ કરો.



Google NewsGoogle News