અંધેરીની કચ્છી યુવતી નમ્રતા ગડાનું લોકલ ટ્રેનમાંથી પટકાતાં મોત
અંધેરીથી બોરીવલી જતી વખતે જોગેશ્વરી પાસે ટ્રેનમાંથી પટકાઈ
મૂળ કચ્છના વાગડ વિશા ઓસવાલ સમાજની નમ્રતા સીએ ફાઈનલની તૈયારી કરતી હતી, લગ્નની વાત પણ ચાલતી હતી
મુંબઈ - અંધેરીના ભાનુ પાર્કમાં રહેતી અને મૂળ કચ્છના સામખિયાળી ગામની વતની ૩૦ વર્ષીય નમ્રતા ગડાનું મંગળવારે અંધેરીથી બોરીવલી જતી વખતે જોગેશ્વરી પાસે લોકલ ટ્રેનમાંથી પટકાઈ જવાથી મોત નીપજ્યું હતું. રેલવે પોલીસને નમ્રતાનો મૃતદેહ ટ્રેક પાસેથી મળ્યો હતો. તે ચોક્કસ કઈ રીતે પડી ગઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે .
ંધેરી ઈસ્ટના ભાનુ પાર્કમાં આવેલી કુમકુમ બિલ્ડિંગમાં રહેતી શ્રી વાગડ વિશા ઓસવાળ સમાજની યુવતી નમ્રતા અભ્યાસમાં બહુ હોંશિયાર હતી.
હાલમાં નમ્રતાસી.એ.ની ફાઈનલ એકઝામ માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહી હતી. એકઝામની તૈયાર કરવાની સાથે નમ્રતા જોબ પણ શોધી રહી હતી. આ ઘટના વિશે માહિતી આપતાં નમ્રતાના મોટા ભાઈ અનિષ ગડાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'નમ્રતા મારી એક માત્ર બહેન હતી. તે સ્વભાવે હસમુખ અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી. તે સી.એ.ની ફાઈનલ એકઝામની તૈયારી કરી રહી હતી. એની સાથે તે ઈન્ટનશીપ કરવા સારો જોબ પણ શોધી રહી હતી. નમ્રતા૨૮ જાન્યુઆરીના સાંજના સમયે કામ માટે અંધેરીથી બોરીવલી જઈ રહી હતી. આ પ્રવાસ દરમિયાન જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી હોવાનું અમને જાણવા મળ્યું હતું.
્રેનમાંથી પડતાં તેને માથા અને શરીરના વિવિધ ભાગમાં લાગ્યું હોવાથી તે મૃત્યુ પામી હતી. સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અમને બોરીવલી જીઆરપીમાંથી ફોન આવ્યો અને અમને નમ્રતા વિશે જાણ કરી હતી. અમને આ અકસ્માત વિશે અમને વધુ માહિતી મળી નથી. પરંતુ, મારી બહેન હવે રહી નથી એના પર વિશ્વાસ જ થઈ રહયો નથી. તેને સી.એ. થયા બાદ લગ્ન કરીને સંસાર બાંધવો હતો. તેના લગ્ન માટે અનેક ઠેકાણે જ વાત પણ ચાલતી હતી પરંતુ, એનો સંસાર બંધાતો જોવા પહેલાં જ તે અમને છોડીને જતી રહી છે.
બુધવારે યુવતીના નિવાસ સ્થાનથી અંતિમયાત્રા કાઢવામાં આવતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. ત્યારે આ બનાવને પગલે સમાજમાં આઘાતનું વાતાવરણ સજાર્યું છે.
પોલીસનું શું કહેવું છે?
આ અકસ્માત વિશે બોરીવલી જીઆરપીના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર દત્તા ખુપેરકરે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'જોગેશ્વરી અને રામમંદિર વચ્ચે સાંજના સમયે ટ્રેનમાંથી પડતાં અકસ્માત બન્યો હતો અને તેનો મૃતદેહ ટ્રેક પરથી મળી આવ્યો હતો. આ યુવતી ટ્રેનમાંથી પડી ગઈ હોવાની માહિતી આપી મળી હતી. બે ટ્રેક વચ્ચે ખાડામાં મૃતદેહ પડેલો હતો. અકસ્માત વિશે આગળ તપાસ કરીને વધુ માહિતી મળી શકશે.