Get The App

325 કરોડના જીએસટી ફ્રોડ કેસમાં અંધેરીની મહિલાની ધરપકડ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
325 કરોડના જીએસટી ફ્રોડ કેસમાં અંધેરીની મહિલાની ધરપકડ 1 - image


જીએસટી ઇન્ટેલિજન્સમાં બેગ્લુરુ   યુનિટની કાર્યવાહી

શેલ કંપનીઓની મદદથી વાસ્તવિક વસ્તુના પુરવઠા  કર્યા વગર નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી

મુંબઇ -  ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)ના બેંગ્લુરુ ઝોનલ યુનિટે મુંબઇમાં એક કાર્યવાહી હાથ ધરી અંધેરીથી રિતુ મિનોચા (૪૯) નામની એક મહિલાની સોમવારે ૩૨૫ કરોડ રૃપિયાના જીએસટી ફ્રોડના કેસમાં કથિત રીતે મુખ્યભૂમિકા ભજવવાના આરોપસર ધરપકડ કરી હતી. 

આ ફ્રોડના કેસમાં શેલ કંપનીઓ ઉભી કરી વાસ્તવિક વસ્તુ કે માલનો પુરવઠો કર્યા વગર નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આ કથિત ફ્રોડને લીધે સરકારી તિજોરીને ૩૪૦ કરોડનું નુકસાન થયું હતું.

મિનચા પરહ ગીર નેચર વ્યુ રિસોર્ટસ અને એવ ેન્ટેઝ મીડિયા એન્ડ  ટેક્નોલોજીસ સહિતની શંકાસ્પદ કંપનીઓની સિન્ડિકેટમાં  મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. આ બાબતે મિનોચાએ પોતે આ પ્રવૃત્તિઓથી સાવ અજાણ હોવાનું કહ્યું હતું. તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે મહિલાએ કંપનીના ડાયરેક્ટર તરીકેના તેના હોદ્દાનો દુરુપયોગ નકલી ઇન્વોઇસ ઇશ્યુ કરવા માટે કર્યો હતો.

જીએસટીની ટીમ ત્યારબાદ   ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને બેંગલુરુ લઇ ગઇ હતી. આ સંદર્ભે મહિલાના વકીલ  સુજય કાંટાવાળાએ દલીલ કરી હતી કે તપાસના બહાને અધિકારીઓ કલાકો સુધી તેમના ઘરમાં રહ્યા હતા જે સાવ ગેરકાયેદસર છે. મિનોચાને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી.


Google NewsGoogle News