Get The App

ઈડી અધિકારીના સ્વાંગમાં બિલ્ડર પાસેથી 164 કરોડની ખંડણીનો પ્રયાસ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
ઈડી અધિકારીના સ્વાંગમાં  બિલ્ડર પાસેથી 164 કરોડની ખંડણીનો પ્રયાસ 1 - image


બિલ્ડરને બાન્દ્રાની કોફી શોપમાં બોલાવીને ધાકધમકી આપી

બાન્દ્રા પોલીસ મથકમાં 7 સામે ગુનો દાખલ, રિયલ એસ્ટેટના વ્યવસાયમાં જ સંકળાયેલા 4ની ધરપકડ 

મુંબઇ :  મુંબઇના એક પ્રખ્યાત બિલ્ડરને ઇડીના અધિકારી તરીકે ઓળખ આપી ૧૬૪ કરોડની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી સહિત ચાર જણની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ લોકોએ બિલ્ડરને ધમકી આપી હતી કે જો તે આ રકમ નહી આપે તો ઇડીના ખોટા કેસમાં તેમને ફસાવી દેવામાં આવશે.

પકડાયેલા આરોપીઓમાં રાજેન્દ્ર શિરસાઠે (૫૯) રાકેશ કેડિયા (૫૬), કલ્પેશ ભોંસલે (૫૦) અને અબરિશ શિવકાંત (૪૬)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.

આ સંદર્ભે રિપોર્ટ અનુસાર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ખંડણીના મામલે સાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આ કેસનો પાંચમો આરોપી શેર વ્યવસાયમાં કાર્યરત છે. આ કેસના અન્ય બે આરોપીઓને પણ પોલીસે ઓળખી કાઢયા છે. અને તેમને પકડી પાડવાના પ્રયાસે હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ સંદર્ભે વધુ તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે અમૂક સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં જેમા ફરિયાદી બિલ્ડર અમૂક આરોપી સાથે બાંદ્રાની એક કોફી શોપમાં જોવા મળે છે. અહીં આરોપીઓ ફરિયાદીને ધમકાવતા નજરે પડે છે. મુખ્ય આરોપી સહિત અન્ય શકમંદોએ મળી કથિત રીતે ફરિયાદી પાસેથી રૃા. ૧૬૪ કરોડની ખંડણી વસૂલવાના આશયથી તેમને ધમકાવ્યા હતા કે ઇડીના અધિકારીઓ તેમની સામે ઇસીઆઇઆર એટલે કે એન્ફોર્સમેન્ટ કેસ નોંધવાની તૈયારીમાં છે. જો તેઓ ચાહતા હોય કે તેમની સામે આ કેસ ન નોંધાય તો તેમણે ઉક્ત રકમ ચૂકાવવી પડશે.

આરોપીમાંથી એકે ૬ જાન્યુઆરીના રોજ ફરિયાદીને ફોન કરી ૧૦ જાન્યુઆરીના બાંદ્રામાં એક ગોઠવી હતી જેમાં ફરિયાદીને ઇડીના અધિકારીની ખોટી ઓળખ આપી ધમકાવ્યા હતા. ફરિયાદીને આ રકમ ચૂકવવી ન હોવાથી તેણે પોલીસના અને ગૃહવિભાગના ઉચ્ચાધિકારીઓનો સંપર્ક સાધી આ બાબતે ફરિયાદ કરી હતી. ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો.



Google NewsGoogle News