મુંબઈના દરિયાકિનારે ઠેર ઠેર આવેલી જેલીફિશથી સાવધ રહેવા અપીલ
બ્લૂ જેલી ફિશથી આકર્ષાઈ હાથ ન લગાડશો
બીએમસીએ લોકોને બીચ પર પાણીમાં ન ઉતરવાની સલાહ આપી
મુંબઇ : મુંબઇના લગભગ બધા જ દરિયા કિનારા પર છેલ્લાં ત્રણ દિવસથી જેલીફિશે દેખા દેતા બીએમસીએ લોકોને સાવધ રહેવાની ચેતવણી ઉચ્ચારી છે.
આ જેલીફીશ ડંખ મારે ત્યારે અસહ્ય પીડા થાય છે અને ડંખ માર્યો હોય ત્યાં લાલ ચકામા થઇ જાય છે અને સાજો આવી જાય છે.
ગિરગામ ચોપાટી, જૂહુ, વર્સોવા અને દાદર શિવાજીપાર્કના દરિયા કિનારે સહિતના બીચના કિનારે જેલીફિશ દેખાવા લાગી છે. આ વખતે વરસાદ ખેંચાતા જેલીફીશ પણ મોડી આવી છે. મોટા ભાગે બ્લ્યૂ બોટલ જેલીફિશ નજરે પડે છે. આ જેલીફિશના વાદળી રંગ અને આકારથી આકર્ષાઇ કોઇ તેને હાથ લગાડવાની કોશિશ ન કરે અને બાળકોને તો ખાસ દરિયા કિનારાથી દૂર રાખવામાં આવે એવી ખાસ ચેતવણી મહાપાલિકાએ આપી છે.
ર વર્ષે ચોમાસામાં જેલીફિશ રિયા કિનારે તણાઇને આવે છે.ચોમાસામાં રિયા પરથી જમીન તરફ ફૂંકાતા જોર ાર પવનને લીધે અને મોટી ભરતી વખતે વજનમાં સાવ હલકી જેલીફિશો કિનારા પર તણાઇને આવે છે.
બ્લ્યૂ બોટલ જેલીફિશ ઝેરી હોય છે. વાદળી રંગનું દ્રાવણ પ્લાસ્ટીકની થેલીમાં ભર્યું હોય એવો તેનો દેખાવ લાગે છે. આ દ્રાવણ ઝેરી હોય છે. જેલીફિશ ડંખ મારી ત્યારે અસહ્ય પીડા અને બળતરા થાય છે. આ પીડા ઓછી કરવા સૌથી પહેલા એ ભાગ ઉપર બરફ ઘસવાની અને ત્યાર પછી નજીકની હોસ્પિટલે જઇ ઇલાજ કરા વવાની સલાહ આપવામાં આવે છે.