અમિતાભની સંપત્તિ અભિષેક અને શ્વેતા વચ્ચે સરખા ભાગે વહેંચાશે

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
અમિતાભની  સંપત્તિ અભિષેક અને શ્વેતા વચ્ચે સરખા ભાગે વહેંચાશે 1 - image


દરેકને ભાગે 1600 કરોડ આવશે

અમિતાભે બંગલો શ્વેતાને નામે કરતાં અભિષેક એકલો વારસદાર નહીં હોય તે નક્કી થયું

મુંબઇ :  અમિતાભ બચ્ચને તેનો આશરે ૬૦ કરોડની કિંમતનો મનાતો 'પ્રતીક્ષા' બંગલો દીકરી શ્વેતાને નામે કરી દીધા બાદ હવે એવું નક્કી બન્યું છે કે તેની સંપત્તિનો વારસદાર માત્ર અભિષેક નહીં હોય. અમિતાભની આશરે ૩૨૦૦ કરોડની સંપત્તિ બંને ભાઈબહેન વચ્ચે સરખા ભાગે વહેંચાશે. 

એક અહેવાલ અનુસાર અભિષેક હા લ ૨૮૦ કરોડની સંપત્તિ ધરાવતો હોવાનું કહેવાય છે જ્યારે શ્વેતા પાસે ૧૧૦ કરોડની નેટ વેલ્થ છે. 

બંનેની સંપત્તિમાં ૧૬૦૦-૧૬૦૦ કરોડનો ઉમેરો કરતાં અભિષેકની સંપત્તિ માં ૫૬૪ ટકાનો ઉછાળો થશે. જ્યારે શ્વેતાનેી સંપત્તિમાં ૧૪૩૬ કરોડનો ઉછાળો આવશે. શ્વેતા પાસે ઓલરેડી ૬૦ કરોડનો બંગલો આવી ચૂક્યો છે. 

આ વારસો મળ્યા પછી અભિષેક અને શ્વેતા બંને પાસે ઐશ્વર્યા રાય કરતાં પણ સંપત્તિ વધી જશે. 

અમિતાભે તાજેતરમાં 'પ્રતીક્ષા' બંગલો ગિફ્ટ ડીડ દ્વારા શ્વેતાના નામે કરી દીધો તે પછી આ તમામ ગણતરીઓ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. 

અમિતાભે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રોપટીમાં બહુ મોટાપાયે રોકાણ કર્યું છે. તેણે મુંબઈના અંધેરી તથા વર્સોવા વિસ્તારોમાં રહેણાંક ફલેટ્સ તથા કર્મશિઅલ પ્રોપર્ટી ખરીદી તેને ભાડે આપી દીધાં છે.



Google NewsGoogle News