Get The App

અમિતાભે કોસ્ટલ રોડની લટાર મારીઃ અન્ડર સી ટનલ અજાયબી લાગી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
અમિતાભે કોસ્ટલ રોડની  લટાર મારીઃ અન્ડર સી ટનલ અજાયબી લાગી 1 - image


હાજીઅલીથી મરીન ડ્રાઈવ સુધી પ્રવાસ કર્યો 

સરેરાશ મુંબઈગરાની જેમ અમિતાભેની સહેલ, લોકોએ કહ્યું અટલ સેતુ પણ જઈ આવા

મુંબઈ :  બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં પહેલીવાર સફર કર્યા પછી તેનો વીડિયો શેર કરીને તેને અદ્ભુત ગણાવી હતી. તેઓ હાજી અલી પહેલા ટનલમાં પ્રવેશ્યા હતા અને મરીન ડ્રાઈવ ખાતેથી બહાર નીકળી ગયા હતા. વીડિયોને અનેક રિટ્વીટ અને કમેન્ટ મળ્યા હતા જેમાંથી કેટલાકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારની પ્રશંસા કરી હતી જ્યારે કેટલાકે બચ્ચનને અટલ સેતુ પર પ્રવાસ કરવાની સલાહ આપી હતી. 

એક સોશિયલ મીડિયા યુઝરે ૨૦૧૪ પછી સરકાર દ્વારા કરાયેલા મહત્વપૂર્ણ કાર્યોની પ્રશંસા કરી હતી જ્યારે કેટલાકે ભારતમાં બની રહેલા બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. મોટાભાગના કમેન્ટમાં  ગડકરી અને રાજ્ય સરકારના પ્રયાસોની કદર કરાઈ હતી. અનેક સોશિયલ મીડિયા યુઝરોએ અમિતાભ બચ્ચનને હવે અટલ સેતુ પર પ્રવાસ કરવાની શીખામણ પણ આપી હતી. ૮૧ વર્ષના એક્ટરની સફરની લગભગ તમામ નેટિઝનોએ પ્રશંસા કરી હતી.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન  દચ ૧૧ માર્ચે થયું હતું. એમાં વાહનચાલકો વરલીથી મરીન ડ્રાઈવ સુધી માત્ર દસ મિનિટમાં પહોંચી શકે છે . અગાઉ આટલું અંતર કાપતાં ૪૫ મિનિટનો સમય લાગતો હતો. 

આ પ્રોજેક્ટની શરૃઆત રૃા. ૧૨,૭૨૧ કરોડના અંદાજિત ખર્ચે ઓક્ટોબર ૨૦૧૮થી શરૃ થઈ હતી. પ્રોજેક્ટનો બીજો તબક્કો આ વર્ષે ૧૫ મેથી શરૃ થવાની સંભાવના છે.



Google NewsGoogle News