અમિતાભે મહાભારત મગાવી લીધું પણ ઘરમાં રાખતાં ડર લાગ્યો

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
અમિતાભે  મહાભારત  મગાવી લીધું પણ ઘરમાં રાખતાં ડર લાગ્યો 1 - image


અમિતાભે કલ્કિમાં અશ્વત્થામાનો રોલ કર્યો છે

મહાભારત ઘરમાં રાખવાનું અશુભ હોવાની  માન્યતાને લીધે  લાયબ્રેરીમાં મોકલવા નિર્ણય   

મુંબઈ :  અમિતાભ બચ્ચને પોતે મહાભારત અંગેની લોકવાયકાને સ્વીકારી મહાભારત ઘરમાં રાખવાનું ટાળ્યું હોવાનું કબૂલ્યું છે. અમિતાભે મહાભારત પુસ્તક ઓર્ડર કરીને મગાવ્યું હતું. પરંતુ, મહાભારત ઘરમાં રાખવું અશુભ હોવાની લોકમાન્યતા બાદ અમિતાભે આ પુસ્તક લાયબ્રેરીમાં મોકલવાનું નક્કી કર્યું છે. 

અમિતાભ બચ્ચનની પ્રભાસ અને દીપિકા સાથેની ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મમાં અન્ય તમામ કલાકારો કરતાં અમિતાભની જ ભૂમિકાના વખાણ થયાં છે. આ ફિલ્મની કથામાં મહાભારતનો આધાર લેવાયો  છે અને ખુદ અમિતાભે તેમાં  અશ્વત્થામાનું પાત્ર ભજવ્યું છે.  

અમિતાભે પોતાના બ્લોગમાં જણાવ્યા અનુસાર પોતે મહાભારતનાં સંપૂર્ણ વોલ્યુમનો ઓર્ડર આપ્યો હતો. આ પુસ્તકની ઘરે ડિલિવરી પણ થઈ ગઈ હતી. પરંતુ તે પછી એ વાતે વાંધો લેવાયો હતો કે   મહાભારત કોઈપણ રીતે ઘરમાં રખાય નહીં. છેવટે આ માન્યતા સામે ઝૂકીને અમિતાભે આ પુસ્તક ઘરમાં રાખવાનું ટાળ્યું છે. 

અમિતાભના જણાવ્યા અનુસાર પોતાને મહાભારતના સમૃદ્ધ કથાનક તથા ગહન ફિલોસોફી ભારે આકર્ષે છે.



Google NewsGoogle News