અમિતાભ બચ્ચનને લતા મંગેશકર પુરસ્કાર અપાશે

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
અમિતાભ બચ્ચનને લતા મંગેશકર પુરસ્કાર અપાશે 1 - image


એ આર રહેમાનને માસ્ટર દિનાનાથ મંગેશકર પુરસ્કાર

મુંબઇ :  અશોક સરાફ, પદ્મિની કોલ્હાપુરે, રૃપકુમાર રાઠોડ અને  રણદીપ હૂડાને પણ ૨૪મીએ સન્માનિત કરાશે

પૂણેના માસ્ટર દિનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આપવામાં આવતાં પુરસ્કારોમાં આ વર્ષે લતા મંગેશકર પુરસ્કાર અમિતાભ બચ્ચનને આપવામાં આવશે જ્યારે એ.આર. રહેમાનને માસ્ટર દિનાનાથ મંગેશકર પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કાર વિતરણ સમારોહ વિલેપાર્લે પૂર્વમાં આવેલાં દિનાનાથ મંગેશકર નાટયગૃહમાં બુધવારે ૨૪ એપ્રિલે સાંજે સાડા છ વાગ્યે યોજાશે.

 માસ્ટર દિનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન  દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં જણાવાયું હતું કે છેલ્લા ૩૪ વર્ષમાં કુલ ૨૧૨ મહાનુભાવોને આ પુરસ્કાર આપવામાં આવ્યા છે. ૨૦૨૨થી લતા દિનાનાથ મંગેશકર પુરસ્કાર આપવાની શરૃઆત કરવામાં આવી હતી. પ્રથમ લતા મંગેશકર પુરસ્કાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને  અને બીજો લતા મંગેશકર પુરસ્કાર આશા ભોંસલેને  આપવામાં  આવ્યો હતો. હવે ત્રીજો લતા મંગેશકર પુરસ્કાર અમિતાભ બચ્ચનને આપવામાં આવશે.

માસ્ટર દિનાનાથની ૮૨મી પૂણ્ય તિથિએ અપાનારાં આ પુરસ્કાર વિજેતા અન્ય મહાનુભાવોમાં  અશોક સરાફ, પદ્મિની કોલ્હાપુરે, રૃપકુમાર રાઠોડ અને રણદીપ હૂડાનો સમાવેશ થાય છે. નાટય ક્ષેત્રમાં અતુલ પરચુરેને અને પત્રકારત્વમાં ભાઉ તોરસેકરની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. તમામ પુરસ્કાર આશા ભોંસલેના હસ્તે આપવામાં આવશે. આ ઉપરાંત ગાલિબ નાટકને મોહન વાઘ પુરસ્કાર, દીપસ્તંભ ફાઉન્ડેશન મનોબળને આનંદમયી પુરસ્કાર અને  સાહિત્ય ક્ષેત્રમાં મંજરી ફડકેને વાગવિલાસિની પુરસ્કાર એનાયત કરવામાં આવશે.  



Google NewsGoogle News