અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સમ્માનિત કરવામા આવ્યા
એ આર રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ તેમજ રણદીપ હુડડાને વિશેષ પુરસ્કાર
મુંબઇ : અમિતાભ બચ્ચનને હાલમાં લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લતા મગેશકરના પિતા તેમજ સંગીત જગતના દિગ્ગજ દીનાનાથ મંગેશકરની સ્મૃતિ દિવસ ૨૪ેપ્રિલના રોજ અમિતાભને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમજ આ સાથે મ્યુઝિક ડાયરેકટર એ આર રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ તેમજ રણદીપ હુડાને વિશેષ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
અમિતાભે જણાવ્યું હતું કે, પિતા અને કવી હરિવંશ રાય બબચ્ચન હંમેશા લતા મંગેશકરીના સ્વરની સરખામણી શહદ ની ધાર સાથે કરતા હતા. હું ભાગ્યશાળી છું કે મને આ પુરસ્કાર મળ્યો છે. હું આને કદી કાબેલ સમજતો નહોતો,. પરંતુ હૃદયનાથ જીના પ્રયાસના કારણે આમ થયું છે. તેમણે મને ગયા વરસે પણ આમંત્રિત કર્યો હતો, પરંતુ હું આવી શક્યો નહોતો.
ઉલ્લેખનીય છેકે, દીનાનાથ મંગેશકર પુરસ્કાર દર વરસે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેને રાષ્ટ્ર અને સમાજ માટે યોગદાન આપવામાં મોખરે રહ્યા હોય. પ્રથમ પુરસ્કાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો હતો. તેના પછી ૨૦૨૩માં લતા મંગેશકરની બહેન આશા ભોંસલેને આપવામાં આવ્યો હતો.