Get The App

ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અફવા વચ્ચે અભિષેક સલમાનને ભેટી પડયો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અફવા વચ્ચે અભિષેક સલમાનને ભેટી પડયો 1 - image


પહેલીવાર બંને અભિનેતાનો ઉમળકો દેખાયો

આ સીન જોઈને ઐશ્વર્યાની લાગણી શું હશે ,સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટસ

મુંબઇ :  અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાનાં લગ્ન થયાં પછી કદાચ પહેલી જ વાર ઐશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન અને અભિષેક બચ્ચન જાહેરમાં એકબીજાને બહુ ઉમળકાભેર જૂના દોસ્તોની જેમ ભેટી પડયા હતા. બોલીવૂડમાં હિરો-હિરોઈનના જીવનસાથી એકબીજાના એક્સને પ્રેમથી હળતા મળતા હોય એ બહુ નવી નવાઈની વાત નથી પરંતુ ઐશ્વર્યા અને સલમાન જે કડવાશ સાથે છૂટા પડયા હતા તે પછી આ સીન સૌ માટે જોણું બન્યો છે. 

અમિતાભ બચ્ચન સાથે બેહદ નિકટનો નાતો ધરાવતા પ્રોડયૂસર આનંદ પંડિતના જન્મદિને તા. ૨૧મી રાતે એક શાનદાર પાર્ટી યોજાઈ હતી. જેમાં અનેક બોલીવૂડ હસ્તીઓ ઉમટી હતી. આ પાર્ટીના અનેક વીડિયો વાયરલ થયા છે. તેમાંથી એક વીડિયોમાં જોવા મળે છે તેમ સલમાન પહેલાં અમિતાભને મળવા પહોંચ્યો હતો અને બાદમાં તે અભિષેકને પ્રેમથી ગળે ભેટીને મળ્યો હતો. બંનેએ જૂના મિત્રોને જેમ ઉમળકાભેર એકબીજા સાથે કશીક વાત પણ કરી હતી. 

આ વીડિયો વાયરલ થયા પછી અનેક કોમેન્ટસનો મારો થઈ રહ્યો છે. કોઈએ લખ્યું છે કે આ સીન જોયા પછી ઐશ્વર્યાની લાગણી શું હશે તે વિચારવા જેવું છે. કોઈએ લખ્યું છે કે ઐશ્વર્યા સાથે નાતો છૂટી રહ્યો છે એટલે હવે બચ્ચન પરિવાર અને સલમાન વચ્ચે સંબંધ વધી રહ્યો છે. કોઈએ એવું પણ લખ્યું છે કે ઐશ્વર્યા સાથે કલહ બાદ કદાચ બચ્ચન પરિવારને સલમાનની પીડા સમજાઈ છે અને તેમણે તેને માફ કરી દીધો છે. 

સલમાન અને ઐશ્વર્યા બહુ કડવાશ સાથે છૂટાં પડયાં હતાં. સલમાને ઐશ્વર્યા પર હાથ ઉપાડયો હોવાનું પણ કહેવાય છે. તે પછી ઐશ્વર્યા અને વિવેક ઓબેરોયના સંબંધો ચર્ચાયા હતા ત્યારે પણ વિવેક અને સલમાન વચ્ચે અણબનાવ સર્જાયો હતો. અભિષેક સાથે લગ્ન બાદ બચ્ચન પરિવારે સલમાનથી એક ગરિમાપૂર્ણ અંતર જાળવી રાખ્યું હતું.



Google NewsGoogle News