Get The App

અમેરિકન સિંગર લિઝા મિશ્રાને લૂંગી પહેરી અંધેરીના રાજાના દર્શન કરવા પડયા

- અત્યંત ટૂંકા વસ્ત્રોમાં આવેલી

Updated: Sep 3rd, 2022


Google NewsGoogle News
અમેરિકન સિંગર લિઝા મિશ્રાને લૂંગી પહેરી અંધેરીના રાજાના દર્શન કરવા પડયા 1 - image

મુંબઇ

અંધેરીના રાજાના દર્શને આવતા ભાવિકોને પારંપારિક વસ્ત્રો પહેરીને  દર્શન આપવાનું આહવાન કરવામાં આવ્યું છે. આમ છતાં ભારતીય મૂળની અમેરિકન સિંગર લિઝા મિશ્રા અત્યંત ટૂંકા વસ્ત્રોમાં દર્શને પહોંચી હતી. આથી કાર્યકરોએ તેને શરીરે  વિંટાળવા લૂંગી આપી હતી. આમ લૂંગી પહેરીને લિઝાએ ગણેશજીના દર્શન કરવા પડયા હતા.

૨૦૧૮માં 'વીરે દી વેડિંગ' ફિલ્મ આવેલી તેમાં લિઝાએ ગાયેલું તરીફા ગીત બહુ લોકપ્રિય થયું હતું. અંધેરીના રાજાની પધરામણી થાય છે એ  આઝાદ નગર ગણેશોત્સવ સમિતિના પ્રમુખ માર્ગદર્શક શૈલેષ ફણસેએ  જણાવ્યું હતું કે અમારા પંડાલમાં દર્શને આવનારા ભક્તોને પૂરા વસ્ત્રો પરિધાન કરીને આવવાની સૂચના આપવામાં આવે છે. જો કોઇ ટૂંકા વસ્ત્રો પહેરીને આવે તો તેને વિંટાળવા માટે લૂંગી આપવામાં આવે છે.


Google NewsGoogle News