ગરબા રમવા જવા એમ્બ્યુલન્સ દોડાવી, 2 વાહનોને અડફેટે લીધાં

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ગરબા રમવા જવા એમ્બ્યુલન્સ દોડાવી, 2 વાહનોને અડફેટે લીધાં 1 - image


કોલ્હાપુર મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થિનીઓનું પરાક્રમ

ટ્રાફિક વચ્ચે સાઈરનો મારતાં નીકળ્યા, અકસ્માત બાદ લોકોએ દરવાજો ખોલાવ્યો તો દર્દીને બદલે મહિલા ડોક્ટરો હતી

મુંબઈ :  નોકરી ધંધામાંથી છૂટીને નવરાત્રોત્સવમાં રમવા માટે ખેલૈયાઓ રીતસર દોટ મૂકતા હોય છે. કોલ્હાપુરમાં નવરાત્રિના પહેલા દિવસે અવી ઉતાવળ દાખવનારો એક આંચકાજનક કિસ્સો સામે આવ્યો છે.ગરબા રમવા જવા માટે ટ્રાફિક નડે નહીં એ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો હોવાનો વિચિત્ર કિસ્સો બન્યો છે. જોકે, ઉતાવળે એમ્બ્યુલન્સ દોડાવવા જતાં બે વાહનોને અડફેટે લઈ લેતાં આ સમગ્ર ઘટના બહાર આવી ગઈ હતી. 

કોલ્હાપુરના સરકારી મેડિકલ કોલજનો આ કિસ્સો છે. મેડિકલ કોલજમાં ભણતી  ટ્રેઈની  મહિલા ડોક્ટરોએ ગરબા રમાવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. એમ્બ્યુલન્સને ટ્રાફિક નડે નહીં એ માટે જોરજોરથી સાઈરન પણ વગાડીને વાહન દોડાવ્યું હતું. એમ્બ્યુલન્સમાં ૧૫થી ૨૦ શીખાઉ મહિલા ડોક્ટરો હતી.

રાત્રે દસ વાગ્યાના સુમારે બનેલી ઘટનામાં સ્પીડમાં જતી એમ્બ્યુલન્સે રસ્તા પર એક ફોર વ્હીલર અને બે ટુ વ્હીલરને ઓવરટેક કરીને આગળ જઈને વાહનને અફેટમાં લીધા હતા. નાગરિકોએ પીછો કરીને  એમ્બ્યુલન્સની તપાસ કરતાં ડ્રાઈવરની બાજુમાં બે યુવતી બેઠી હતી. એમ્બ્યુલન્સ અટકાવીને પાછળનો દરવાજો ખોલવાનો અગારહ કરતા ંડ્રાઈવરે શરૃઆતમાં ઈનકરા કર્યો હતો. પણ દબાણ કરતાં દરવાજો ખોલ્યો અને  એમ્બ્યુલન્સમાં ગરબા રમવા જઈ રહેલી   યુવતીઓ ઠાંસી ઠાંસીને બેઠી હોવાનું જણાયું હતું. 

 તેમની પૂછપરછ કરતાં આ  બધી મહિલા ડોટરો હોકી સ્ટેડિયમ પર ગરબા રમવા નીકળી હોવાનું જણાયું હતું. આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે જઈને ડ્રાઈવરનું લાયસન્સ તપાસીને એમ્બ્યુલન્સને જવા દીધી હતી.



Google NewsGoogle News