Get The App

પ્રતિમા મુદ્દે પીડબલ્યૂડી ઈજનેરો સામે પણ કેસ કરોઃ હાઈકોર્ટમાં પીઆઈએલ

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
પ્રતિમા  મુદ્દે પીડબલ્યૂડી ઈજનેરો સામે પણ કેસ કરોઃ હાઈકોર્ટમાં પીઆઈએલ 1 - image


7 મહિનામાં ઉતાવળે પ્રતિમા ઊભી કરાયાનો દાવો

આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી નાલેશી માટે રાજ્ય સરકાર જવાબદાર હોવાનો માજી પત્રકાર કેતન તિરોડકરનો દાવો

મુંબઈ :  સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની ૪૦ ફૂટ ઊંચી પ્રતિમા ઓચિંતી તૂટી પડવાને લઈને માલવણ ડિવિઝનના જાહેર  બાંધકામ ખાતાના એન્જિનીયરો સામે એફઆીઆર નોંધાવવાની દાદ માગતી અરજી ભૂતપૂર્વ પત્રકારે બોમ્બે હાઈ કોર્ટમાં કરી છે.

નવ મહિનામાં લોખંડમાંથી તૈયાર કરેલી ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને ૨૬ ઓગસ્ટે  તે ધરાશાયી થઈ ગયું હતું. અરજીમાં દાવો કરાયો હતો કે રાજ્ય સરકાર જ આંતરરાષ્ટ્રીય નાલેશી માટે જવાબદાર છે.પત્રકારમાંથી કાર્યકર્તા બનેલા કેતન તિરોડકરે ફોજદારી જનહિત અરજી કરીને જાહેર બાંધકામ ખાતા તરફથી પ્રતિમા સ્થાપિત કરવામાં થયેલી ખામીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે સાત મહિનામાં ઉતાવળે પ્રતિમા બાંધવામાં આવી હતી.

અરજીમાં જણાવાયું હતું કે પ્રતિમા તૂટી પડયા બાદ આસિસ્ટંટ એન્જિનીયરે પ્રતિમાના ડિઝાઈનર અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ સામે એફઆીઆર નોંધાવી હતી અને પોતાને અને તેમના સાથીદારો તેમ જ નૌસેનાના એન્જિનીયરોને સલામત કરી દીધા હતા. આવી ઘાલમેલવાળી એફઆઈઆર અંગે પોતે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હોવા છતાં કોઈ પ્રતિસાદ  મળ્યો નહોતો. સરકાર પોતાના એન્જિનીયરોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે જેમણે બેદરકાર બિલ્ડરની જેમ પ્રતિમા ઊભી કરી દીધી હતી.

 રિયા કિનારે ૪૫ કિ.મી. પ્રતિ કલાકે ફૂંકાતા પવન અને ખારી હવાને કારણે લોખંડમાં થતા કાટને ધ્યાનમાં લીધા વિના ટૂંકા ગાળામાં પ્રતિમા ઊભી કરી  ીધી હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિકોએ પ્રતિમાના કાટ ખાધેલા નટ બોલ્ટ વિશે તેમ જ જર્જરિત ્વસ્થાની જાણ જાહેરબાંધકામ ખાતાને ઓગસ્ટના પ્રારંભમાં કરી હતી. ખાતાએ ડિઝાઈનર એજન્સી અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટને ને બે મેઈલ કર્યા હતા અને જવાબદારી ધકેલીને કંઈ કર્યું જ નહોતું. ટૂંક સમયમાં અરજીની સુનાવણી થશે.


Google NewsGoogle News