Get The App

એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુન હાઈકોર્ટમાં

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુન હાઈકોર્ટમાં 1 - image


હૈદરાબાદ પોલીસે એફઆઈઆર કરી છે

પુષ્પા ટૂના શો વખતે ધક્કામુક્કીમાં મહિલાના મોતના કેસમાં અલ્લુ  સામે ગુનો નોંધાયો છે

મુંબઇ  :  અલ્લુ અર્જુન પોતાની સામે થયેલી એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હૈદરાબાદમાં ' પુષ્પા ટૂ'ના એક શો વખતે તે પોતે હાજર રહ્યો હતો. તે વખતે તેને નિહાળવા માટે ધક્કામુક્કી થઈ હતી. તેમાં એક મહિલાનુ મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે અલ્લુ સામે પણ ગુનો દાખલ કર્યો છે. 

પોલીસના આરોપ અનુસાર અલ્લુ અર્જુન કે ફિલ્મની ટીમ કે થિયેટર માલિકે અલ્લુની હાજરી વિશે કોઈ આગોતરી જાહેરાત કરી ન હતી. આથી, પોલીસ આગોતરી વ્યવસ્થા ગોઠવી શકી ન હતી. પોલીસે  ફિલ્મની ટીમ, અલ્લુ અર્જુન તથા થિયેટર  માલિકને આરોપી બનાવ્યા છે. આ કેસમાં ત્રણની ધરપકડ પણ થઈ છે. 

ફિલ્મના નિર્માતાઓ દ્વારા મૃતક મહિલાના પરિવારને વળતરની જાહેરાત થઈ ચૂકી છે.



Google NewsGoogle News