Get The App

નેવીની તમામ રેન્કને ભારતીય સંસ્કૃતિને અનુરુપ નામ અપાશેઃ પીએમ મોદી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
નેવીની તમામ રેન્કને ભારતીય સંસ્કૃતિને અનુરુપ નામ અપાશેઃ પીએમ મોદી 1 - image


સૈન્યમાં મહિલાઓનું પ્રમાણ વધારવા માટે કેન્દ્ર પ્રયાસો  કરશે

સિંધુ દુર્ગમાં નેવી ડે નિમિત્તે શક્તિ પ્રદર્શનઃ ભારતમાં નૌકાદળની સ્થાપનામાં શિવાજી મહારાજના પ્રદાનને બિરદાવી તેમની પ્રતિમાનું અનાવરણ

 મુંબઈ :  સંરક્ષણ દળમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિંધુદુર્ગમાં નેવી- ડેની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું. નૌકાદળ સંબંધે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે નેવીના તમામ રેન્કને ભારતીય સંસ્કૃતીને અનુરૃપ નામો અપાશે.

 સિંધુદુર્ગના માલવણના કિનારે તારકર્લી બીચ ઉપર યોજાયેલા નેવી- ડેના સમારોહમાં વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે સંરક્ષણ દળની ત્રણેય પાંખોમાં મહિલાઓની સંખ્યામાં વધારો થાય એ તરફ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

નેવી તરફથી યુધ્ધ- જહાજનું સૂકાન પહેલીજ વાર એક મહિલા નેવલ ઓફિસરને સોંપાયું એ નિર્ણયને તેમણે બીરદાવ્યો હતો.

સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમનું પી.એમ.ના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. મહાન મરાઠા રાજવીનો દીર્ધદ્રષ્ટીને બીરદાવતા તેમણે કહ્યું હતું કે નૌશક્તિનું મહત્ત્વ સમજીને તેમણે દેશનું પહેલવહેલું નૌકાદળ ઉભું કર્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજના મહાન કાર્યોમાંથી પ્રેરણા લઈને ભારતની જનતા ગુલામીની મનોવૃત્તિ ત્યજી દરેક ક્ષેત્રમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે.

સરકાર તમામ બંદરોના વિકાસ પાછળ ધ્યાન આપી રહી છે એવો ઉલ્લેખ કરી વડાપ્રધાને જણાવ્યું. દરિયાઈ માર્ગે વેપાર- વણજને ખાસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારત સાગરી સામર્થ્યનો પૂરેપૂરો ઉપયોગ કરી મર્ચન્ટ શિપીંગ ક્ષેત્રમાં પણ આગેકૂચ કરી રહ્યું છે.

નેવી ડે નિમિત્તે નૌકાદળની ક્ષમતાનું નિદર્શન કરાયું હતું. નેવીના યુદ્ધ જહાજો, સબમરીન તથા હેલિકોપ્ટર્સ પણ આ નિદર્શન માટે તૈનાત કરાયાં હતાં. 

આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ કોલકત્તા, આઈએનએસ કોચી, આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ ચેન્નઈ, આઈએનએસ બ્રહ્મપુત્ર, આઈએનએસ તબાર સહિતના યુદ્ધ જહાજોએ આ કવાયતમાં ભાગ લીધો હતો. 

નેવીની ખંડેરી સબમરીન, ચેતક હેલિકોપ્ટર્સ તથા સર્વેલસ વિમાનો, લાઈટ કોમ્બાર એરક્રાફ્ટ અને મિગ ૨૯નો કાફલો પણ આ નિદર્શન કવાયતમાં સામેલ થયો હતો.



Google NewsGoogle News