અક્ષય શિંદેના માતાપિતાએ કોર્ટમાં હાજર રહેવાની જરૃર નથીઃ હાઈકોર્ટ
અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસની તપાસ ચાલુ જ રહેશે
કેસ પાછા ખેંચવાની અરજી સંદર્ભમાં માતાપિતાને આવવું હોય તો આવજો,અમે બોલાવ્યા ન હોવાની સમજણ અપાઈ
મુંબઈ - બદલાપુરની શાળામાં બે બાળકીઓ પર જાતીય અત્યાચારના કેસમાં પકડાયેલા અટેન્ડન્ટ અક્ષય શિંદેના કથિત બનાવટી એન્કાઉન્ટરમાં થયેલા મૃત્યુની તપાસ ઈચ્છતી અરજી પાછી ખેંચવા માગતા હોવાનું માતા પિતાએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટે આ વિનંતી પર પોતાનો નિર્ણય આપીને કેસની સુનાવણી ચાલુ જ રહેશે એમ જણાવ્યું છેે.
અક્ષયના માતાપિતાએ લોકોના ત્રાસ અને દોડધામ સહન નહીં થતા હોવાનું જણાવીને કેસ ચલાવવો નથી. પુત્રવધૂને હાલ જ બાળક અવતર્યું હોવાનું કારણ જણાવીને હાથ જોડીને વિનંતી કરતી હતી. આથી કોર્ટે અક્ષયના માતાપિતાને કોર્ટમાં હાજરી આપવાની જરૃર નહોવાનું સ્પષ્ટ કર્યું હતું. તમારે આવવું હોય તો આવજો નહીં તો કોર્ટમાં હાજર રહેવાની જરૃર નથી. તમને જે નિર્ણય લેવો હોય તે લી શકો છો પણ કેસની સુનાવણી ચાલુ રહેશે.અમે તમને બોલાવ્યા નહોતા, એમ કહીને તેમને સમજાવ્યા હતા. આથી હવે અક્ષય શિંદે બનાવટ એન્કાઉન્ટર કેસમાં કોર્ટ સુનાવણી ચાલુ રાખશે. કોર્ટે ૨૪ ફેબુ્રઆરીએ આગામી સુનાવણી રાખી છે.
અક્ષય શિંદેના માતાપિતાના વકિલ અમિત કટારનવરેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતા હેઠળ તપાસ સમિતિની સ્થાપના કરી હતી પણ હજી કોઈ દસ્તાવેજ પ્રાપ્ત થયા નથી. આથી આજની સુનાવણી મોકૂફ રાખી છે. ૨૪ ફેબુ્રઆરીએ સુનાવણ થશે. અક્ષયના માતાપિતાએ અરજી પાછી ખેંચી હોત તો પણ કાનૂની લડાઈ ચાલુ જ રાખવાના છીએ, એમ તેમણે જણાવ્યું હતું.