અકોલા પશ્ચિમની પેટાચૂંટણી બોમ્બે હાઈકોર્ટે રદ બાતલ કરી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
અકોલા પશ્ચિમની પેટાચૂંટણી બોમ્બે હાઈકોર્ટે રદ બાતલ કરી 1 - image


છ મહિના પછી જ વિધાનસભા ચૂંટણીઓ થવાની હોવાથી ચુકાદો

લોકસભા સાથે થાય તો જનતાના પૈસાનો વેડફાટ અને પ્રશાસન પર નાહક દબાણ આવશે તેવી દલીલ માન્ય રખાઈ

મુંબઇ: અકોલા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીને પડકારતી અરજી બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મંજૂર કરી છે, કોર્ટે પેટાચૂંટણી રદ ઠેરવી છે. મંગળવારે તેના પર સુનાવણી કરતી વખતે અકોલા (પશ્ચિમ) ચૂંટણી રદ જાહેર કરવામાં  આવી છે.

અરજદાર અનિલ દુબેએ અકોલા પશ્ચિમ પેટાચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી હતી. મુખ્ય ચૂંટણીને એક ર્ષથી ઓછો સમય હોય તો પેટાચૂંટણી કરી શકાય નહીં એવી કાયદામાં જોગવાઈ હોવાનો દાવો અરજદારે કર્યો હતો. વિધાનસભા ચૂંટણી પૂર્વે પાંચ-છ મહિના  બાકી હોવાથી પેટાચૂંટણી યોજવાની શું જરૂર છે? આ પેટાચૂંટણી લઈને મતદારોને હેરાન કરવા અને યંત્રણા પર ભાર લાદવામાં આવી રહ્યો છે.

ચંદ્રપુર, પુણે લોકસભાની પેટાચૂંટણીમાં એક વર્ષથી વધુ સમય હોવા છતાં યોજાઈ નહોતી. પણ અકોલાની ચૂંટણી લઈન જનતાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ અરજદારે કર્યો હતો. કોર્ટે અરજદારની દલીલ માન્ય કરીને અકોલા પશ્ચિમની પેટાચૂંટણીની અધિસૂચના રદ કરવાનો આદેશ આપ્યો છે. 

કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાથે કેટલાંક રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી. જેમાં અકોલા પેટાચૂંટણીનો પણ સમાવેશ હતો. આગામી ૨૬ એપ્રિલે  મતદાન થવાનું હતું.  આથી વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી શરૂ કરી હતી, પણ હાઈકોર્ટે મંગળવારે ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો છે.


Google NewsGoogle News