આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે ફરશે સાત ફેરા
મુંબઈ, તા. 7. ફેબ્રુઆરી 2019 ગુરુવાર
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરમાં ફરી એક વખત લગ્નની શરણાઈ ગૂંજી ઉઠશે.મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે પ્રભુતામાં પગલા પાડશે.
આ લગ્ન સમારોહમાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચારશે.આકાશ અંબાણી સાંજે 3.30 વાગ્યે વરઘોડો લઈને મુંબઈના જીઓ સેન્ટર પર પહોંચશે.
10 માર્ચે લગ્ન સમારોહનુ એક ભવ્ય સેલિબ્રેશન થશે.એ પછી 11 માર્ચે વેડિંગ રિસેપ્શનનુ આયોજન કરાયુ છે.આ તમામ કાર્યક્રમ જીઓ સેન્ટરમાં જ થશે.
એવા પણ અહેવાલો મળ્યા છે કે લગ્ન પહેલા આકાશ અંબાણી પોતાના ખાસ મિત્રો માટે સ્વિતર્ઝલેન્ડમાં બેચલર પાર્ટીનુ આયોજન કરશે. આ પાર્ટી 23 થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે.જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ હાજર આપશે.આ પાર્ટી માટે લગભગ 500 મહેમાનોનુ લિસ્ટ બનાવાયુ છે.
આકાશ અંબાણી જેની સાથે લગ્ન કરવાના છે તે શ્લોકા મહેતા હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી છે.આકાશ અને શ્લોકા એક બીજાને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જાણે છે.ગયા વર્ષે માર્ચ મહિનામાં આકાશે શ્લોકાને ગોવાની એક ટ્રીપ દરમિયાન લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.