Get The App

ઐશ્વર્યા રાય ન્યૂયોર્કમાં એકલી એકલી સહેલ કરતી દેખાઈ

Updated: Jul 31st, 2024


Google News
Google News
ઐશ્વર્યા રાય ન્યૂયોર્કમાં એકલી એકલી સહેલ કરતી દેખાઈ 1 - image


આ વખતે તેની સાથે આરાધ્યા પણ નથી

ઐશ્વર્યાને વધુ એક વખત અભિષેક વિના જ ફરતી જોઈ ચાહકો વધુ ચિંતિત 

મુંબઈ :  ઐશ્વર્યા રાય આજકાલ એકલી એકલી જ ન્યૂયોર્કમાં ફરી રહી છે. એક ચાહકે તેને ઐશ્વર્યા મળી હોવાના ફોટા વાયરલ કર્યા હતા. 

જેરી રૈના નામની એક ચાહકે ઐશ્વર્યા સાથેનો ફોટો શેર કરતાં કહ્યું હતું કે તમને પોતાની મનપસંદ અભિનેત્રી સાથે રુબરુ થવાનો લ્હાવો જિંદગીમાં મળે એ બહુ ખુશીની વાત છે. 

સામાન્ય રીતે ઐશ્વર્યાના દરેક વિદેશ પ્રવાસમાં આરાધ્યા તેની સાથે હોય છે. પરંતુ, આ વખતે આરાધ્યા સાથે પણ તેની તસવીર જોવા મળી નથી. 

ઐશ્વર્યા વધુ એક વખત અભિષેક વિના જ જાહેરમાં દેખાઈ છે. આથી બંનેના ચાહકો ભારે ચિંતિત બન્યા છે. ઐશ્વર્યા અને અભિષેક છૂટાછેડા લેવાના હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલે છે. કેટલાય ચાહકોએ લખ્યું હતું કે જો આ અફવા ખરેખર ખોટી હોય તો ઐશ્વર્યા અને અભિષેકે સાથે દેખા દઈને તેનો અંત લાવવો જોઈએ. 

 રમિયાન કેટલાય ચાહકોએ ઐશ્વર્યાની સું રતાનાં વખાણ કર્યાં છે અને બોલીવૂડમાં શા માટે તેને એક સફળ કમબેકની તક અપાતી નથી તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.


Tags :
AishwaryawalkingNew-York

Google News
Google News