Get The App

આંદોલન કરનારા કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે પણ જુએઃ હાઈકોર્ટ

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
આંદોલન કરનારા કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે પણ જુએઃ હાઈકોર્ટ 1 - image


આંદોલનનો અધિકાર ખરો પણ કાયદો- વ્યવસ્થા સચવાય  તેની પણ જવાબદારી

સરકાર ઉપચાર આપતી હોય તો લેવામાં શું વાંધો છે? હાઈકોર્ટનો મરાઠા આંદોલનના નેતા મનોજ જરાંગેને સવાલ

મુંબઈ : મરાઠા આરક્ષણ બાબતે સરકારે આપેલા આશ્વાસનના અમલની માગણી કરીને ઉપવાસ પર બેઠેલા મનોજ જરાંગે પાટીલની તબિયત અત્યંત નાજૂક થઈ હોવાની  માહિતી મળી છે અને તેેવામાં ઉપચાર લેવાનો ઈનકાર કરતા હોવાની વાત રાજ્ય સરકારે હાઈકોર્ટને કરી હતી. હાઈકોર્ટે જરાંગે ઉપચાર કરાવશે કે નહીં એ ૧૦ મિનિટમાં જણાવો એવી સૂચના જરાંગેના વકિલને આપી હતી. જરાંગેને હાઈકોર્ટના નિર્દેશની જાણ કરાઈ હતી પણ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો અને સૂતા રહ્યા હતા.

જરાંગે ૧૦ ફેબુ્રઆરીથી ઉપવાસ પર બેઠા છે અને પાણી કે ઉપચાર લેવાનો ઈનકાર કરે છે. તેમની તબિયતની ચિંતા થતાં સરકારે કોર્ટમાં ધા નાખી હતી. આ કેસમાં ન્યા. અજય ગડકરી અને ન્યા. ચાંડકની બેન્ચ સામે સુનાવણી ચાલુ છે. જરાંગે સરકારને તબીબી દેખરેખ કરવા દેતા નથી, એવી ફરિયાદ સરકારે કરી હતી.  તમે પોતે જરાંગે કે તેમના સમર્થન સાથે વાત કરીને તઓ ઉપચાર લેશે કે નહીં એ દસ મિનિટમાં જણાવો એવી સૂચના કોર્ટે જરાંગેના વકિલને આપી હતી.

 રમ્યાન જો સરકાર તમારું ધ્યાન રાખતી હોય તો ઉપચાર સ્વીકારવામાં તમને શું વાંધો છે? ભારતના નાગરિક તરીકે આં ોલન કરવાનો અધિકાર છે, પણ એથી કાય ો વ્યવસ્થાની સમસ્યા નિર્માણ થાય નહીં અ સુનિશ્ચિત કરવાની જવાબ ારી તમારી છે, એમ કોર્ટે જરાંગેને સંભળાવ્યું હતું.



Google NewsGoogle News