મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ થશે? અજિત પવારને મળ્યા બાદ શરદ પવારે એવું નિવેદન આપ્યું કે રાજકારણ ગરમાયું

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ફરી ઉથલપાથલ થશે? અજિત પવારને મળ્યા બાદ શરદ પવારે એવું નિવેદન આપ્યું કે રાજકારણ ગરમાયું 1 - image


Image Source: Twitter

- અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી

મહારાષ્ટ્ર, તા. 11 નવેમ્બર 2023, શનિવાર

Sharad Pawar Reaction: શરદ પવાર અને અજિત પવાર પોતાના પૂરા પરિવાર સાથે પૂણેમાં પ્રતાપરાવ પવારના આવાસ પર દિવાળી  (Diwali 2023) માટે એકઠા થયા છે. આ અવસર પર શરદ પવારે દિવાળીની શુભકામના પાઠવી છે. પવારે એમ પણ કહ્યું કે, વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ અને મુશ્કેલીઓ આવે છે તથા ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ થોડા દિવસો માટે મુશ્કેલીઓને ભૂલીને પરિવાર સાથે સમય વિતાવવો પડે છે. 

અજિત પવાર અને શરદ પવારની મુલાકાત

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિવાળી પહેલા આખો પરિવાર બાણેર સ્થિત પ્રતાપરાવ પવારના આવાસ પર મળ્યો છે. આ પારિવારિક સમારોહમાં શરદ પવાર અને અજિત પવાર પણ પહોંચ્યા હતા. NCPના દાવાને અદાલતમાં પડકારનારા કાકા અને ભત્રીજા ફરી એક વખત પરિવાર સાથે એકજૂથ નજર આવ્યા. જેના કારણે રાજકારણ ગરમાયુ છે. 

અગાઉ પણ આવી મુલાકાત થઈ ચૂકી છે

આ પહેલીવાર નથી કે, જ્યારે 'કાકા' અને 'ભત્રીજા' એકસાથે નજર આવ્યા હોય. અજિત પવાર છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યુથી પીડિત છે. કેબિનેટની બેઠક હોય, પ્રદૂષણ પરની બેઠક હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ હોય અજિત પવાર આ તમામ બેઠકોથી દૂર રહેતા નજર આવ્યા છે. પરંતુ અજિત પવારે પ્રતાપરાવના ઘરે કાર્યક્રમમાં સામેલ થવાની જિદ કરી. આ બેઠક બાદ શરદ પવારની બહેન અને સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

શરદ પવાર સાથે મુલાકાત બાદ દિલ્હીની મુલાકાત

શરદ પવાર સાથે મુલાકાત બાદ અજિત પવાર દિલ્હી માટે રવાના થઈ ગયા છે. અજિત પવાર સાથે પ્રફૂલ્લ પટેલ પણ હાજર હતા. દિલ્હીમાં તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. એવી ચર્ચા છે કે, ડેપ્યુટી સીએમ એ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, NCPમાં રાજકીય સંકટ અને NCP પર દાવાને લઈને તેમની સાથે મુલાકાત કરી છે. 


Google NewsGoogle News