Get The App

એકવાર 14 લાખની લાંચ લીધા બાદ બીજા કેસમાં 3.5 લાખ માગતા પીઆઈ ઝડપાયા

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
એકવાર 14 લાખની લાંચ લીધા બાદ બીજા કેસમાં 3.5  લાખ માગતા પીઆઈ ઝડપાયા 1 - image


નવી મુંબઈના પીઆઈએ રાતે લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ પકડાયા

બિલ્ડિંગ તૂટી પડવાના કેસમાં 14 લાખની લાંચ લીધી, બાદમાં છેતરપિંડીના કેસમાં વધુ 5 લાખ માગ્યા  

મુંબઇ :  નવી મુંબઇમાં એક ગુનામાં ધરપકડ ન કરવા અને  મદદ કરવા માટે રૃા.સાડા ત્રણ લાખ રૃપિયાની લાંચ લેતા  સિનિયર પોલીસ ઇન્સ્પેકટરને એન્ટી કરપ્શન બ્યુરો (એસબી) એ ઝડપી લીધા હતા. અગાઉ આ જ ઓફિસરે તેમની પાસેથી રૃા.૧૪ લાખની લાંચ લીધી હતી.

ફરિયાદીના પિતા વિરૃદ્ધ અગાઉ એનઆરઆઇ પોલીસ સ્ટેશનમાં નવી મુંબઇમાં ઇમારત ધરાશાયી થવાના  મામલે કેસ દાખલ હતો એમાં તેની ધરપકડ કરાઇ હતી. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી અપાતા  તળોજા જેલમાં રાખવામાં આવ્યો હતો. આ ગુનામાં થી છૂટકારા માટે મદદ કરવા અને જામીન મેળવી અપાવવા એનઆરઆઇ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સતીશ જાધવે ફરિયાદી પાસેથી  પહેલા રૃા.૧૨ લાખ અને પછી રૃા.બે લાખની લાંચ લીધી હતી.

ત્યાર બાદ ફરિયાદીના પિતા સામે ગત બીજી ઓકટોબરની ફરી છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ધરપકડ ન કરતા અને ગુનામાં મદદ કરવા સિનિયર પોલીસ ઇન્સ્પેકટરે વધુ રૃા. પાંચ લાખની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી આ રકમ આપવા માગતો નહોતો. આથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સતીશે  તેની બિલ્ડિંગ પાસે ગઇકાલે રાતે ૧૦ વાગ્યે ફરિયાદીને લાંચની રકમ લઇને બોલાવ્યો હતો ત્યારે એસીબીની ટીમે જાળ બિછાવીને તેને ફરિયાદી પાસેથી રૃા.૩.૫ લાખની લાંચ લેતા પકડી લીધા હતા.



Google NewsGoogle News