આટલાં મોત પછી ખબર પડી કે હોર્ડિંગ ગેરકાયદે હતું ? સોની રાઝદાન
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓનો આક્રોશ
રેકોર્ડ બૂકમાં સ્થાન મેળવનારું બિલ બોર્ડ બીએમસીને ન દેખાયું તે વિચિત્ર કહેવાય
મુંબઇ : હોર્ડિંગ કોલેપ્સની ઘટના અંગે મંગળવારે નાગરિકોનો સોશિયલ મીડિયા પર જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. આમ આદમીથી લઇને ઉદ્યોગપતિઓ બોલીવુડ હસ્તીઓ તમામ દ્વારા ઓથોરિટીસ પર ફિટકાર વરસી રહ્યો હતો. મિની માથુરે લખ્યું હતું કે આપણા દેશમાં જીવનનું મૂલ્ય શૂન્ય છે. કોનું હોડિંગ છે/ ત્યાં રાખવાની પરવાનગી કોણે આપી હતી? બ્લેગમેગ ચાલતી રહેશે અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા લોકોનું માળખું છિન્નભુન્ન કરી નહીં શકાશે. સોની રાઝદાને લખ્યું છે ક આટલા બધા લોકો માર્યા ગયા પછી ખબર પડી કે હોર્ડિંગ ગેરકાયદે હતું ? આ બાબતે તો જવાબદાર વ્યક્તિઅન્ય સત્તાવાળા સામે કેસ ન થવો જોઈએ શું ?
એક યૂઝરે લખ્યું હતું કે સોશિયલ મીડિયાના યુગમાં શું ખાવા જંગી હોન્ડીંગોની જરૃરત છે? જાહેરાતના આ જૂનવાણી પ્રકારનો જોખમી હોર્ડિંગો દ્વારા ઉપયોગ પર સરકારે પ્રતિબંધ ન મૂકવો જોઇએ.'' ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ કહ્યું કે બિલબોર્ડ પડવાથી ૧૪ના મોત, ૬૦ને ઇજા ની ઘટના અતિ આધુનિક શહેરમાં આપણા શહેરનું રૃપાંતર થઇ રહ્યું છે. ત્યારે તો તદ્દન અસ્વીકાર્ય છે. જાહેર સુરક્ષા અને આવો દુર્ઘટનાઓ અટકાવવા કાયદાઓ કડક કરવાની જરૃરત પર તેમણે ભાર મૂક્યો હતો. એક અન્ય યુઝરે લખ્યું કે ગયા વર્ષે જ્યારે આ બિલબોર્ડને સૌથી મોટા બિલબોર્ડ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું ત્યારે બીએમસીએ 'સુઓ મોટો' (આપમેળે) નોંધ કેમ ન લીધી તે વિચિત્ર કહેવાય!''