યુવતી પર રેપ બાદ દેહવિક્રયઃ પતિ તથા સાથ આપનારી પત્નીને દસ વર્ષની કેદ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
યુવતી પર રેપ બાદ દેહવિક્રયઃ પતિ તથા સાથ આપનારી પત્નીને દસ વર્ષની કેદ 1 - image


- એક વર્ષ સુધી શારીરિક, માનસિક અત્યાચાર વેઠયા બાદ યુવતી ભાગી છૂટી

- મામાના ઘરેથી ભાગેલી યુવતીને આશ્રય આપવાના બહાને ઘરે લાવેલા પતિએ બળાત્કાર ગુજાર્યો ત્યારે પત્નીએ જ અશ્લીલ વીડિયો ઉતાર્યો હતો

મુંબઇ : મુંબઈમાં ૨૧ વર્ષીય યુવતીને સ્પેશિયલ પોક્સો કોર્ટે પાંચ વર્ષ પહેલા તેની સાથે થયેલ જાતીય સતામણી, બ્લેકમેલિંગ અને દેહવ્યાપાર માટે દબાણ  કરવા બદલ આરોપી દંપતીને દસ વર્ષની સખત જેલની સજા ફટકારી છે. એક વર્ષ શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યા પછી, પીડિતા કોઈક રીતે ભાગવામાં સફળ રહી, જો કે, તેને આઘાતનો સામનો કરવો પડયો હતો અને વધુ સમયથી માનસિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહી હતી, એમ કોર્ટે નોંધ્યું હતું. 

ફરિયાદ મુજબ, ૨૧ વર્ષની યુવતી જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે  તેના મામા સાથે રહેતી હતી અને કોઈ ઝઘડાઓને કારણે  તેના ઘરેથી ભાગી ગઈ હતી. આ  ઘટના બન્યા બાદ રસ્તામાં ૧૬ વર્ષની કિશોરીને  એક શખ્સ મળ્યો હતો. જે તેનેે આશ્રય આપવાના ં બહાને  એક દંપતીના ઘરે લઈ ગયો હતો. જ્યાં  કિશોરીને  જબદસ્તી દારુ પીવડાવીને નશાની સ્થિતિમાં કાદર અલી શેખ (ઉ.વ.૩૩) દ્વારા તેના પર બળાત્કાર ગુર્જાર્યો હતો. જ્યારે આરોપીની  પત્નિ આલિયા શેખ ઉર્ફે પૂજા આન્ટી (ઉ.વ.૨૬) એ  કિશોરીના અશ્લીલ ફોટા પાડયા હતા.  ત્યારબાદ બંનેએ પીડિતાને બ્લેકમેલ કરી અને દેહવ્યાપાર માટે પીડીતા પર પર દબાણ  કરવા માટે  અશ્લીલ ફોટાનો ઉપયોગ કર્યો હતો. 

આ ઘટના બાદ ઘણા લોકો આ દંપતીના ઘરે આવતા હતા અને ફરિયાદી પર જાતિય સતામણી કરતા હતા.આમ એક વર્ષ સુધી ત્રાસ સહન કર્યા બાદ. ફરિયાદી આરોપી દંપતીના ઘરેથી નાસી છૂટવામાં સફળ રહી હતી અને પોલીસ દ્વારા તેને શોધી કાઢવામાં આવી હતી.જે  બાદ  ૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર બાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યુ હતું. નિવેદન  નોંધ્યા બાદ દંપતીની ધરપકડ  કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસને આરોપી દંપતીના ફોનમાંથી યુવતીની ઘણીઅશ્લીલ તસ્વીરો મળી આવી હતી.

જે બાદ આરોપી દંપતીને પોક્સો એકટ હેઠળ  કોર્ટમાં હાજર કરતા,  ન્યાયાધીશ આર કે ક્ષીરસાગરે અવલોકન કર્યું હતું કે, એવુ લાગે છે કે , આ ઘટનાને કારણે પીડીતા માનસિક રીતે અસ્થિર બની ગઈ છે અન ેઘણા વર્ષો પછી પણ તે માનસિક હોસ્પિટલમાં  સારવાર હેઠળ  રહી હતી. તેથી આરોપી દંપતીનું કૃત્ય હળવાશને પાત્ર નથી. આરોપી દંપતીને પોતાના પાંચ બાળકો હોવા છતાં, તેઓએ આવો ગુનો કર્યો હતો.

દરમિયાન  આ કેસમાં ૨૧ વર્ષીય  યુવતીને પુરાવા અને જુબાની માટે કોર્ટમાં હાજર રહેવા માટે ડોક્ટરે એકદમ ફિટ હોવાનું પ્રમાણિત કર્યું હતું. પરંતુ જુબાની સમયે તેણે ફરી બધી ઘટના યાદ કરતા, તેની તબિયત ફરી બગડી હતી.  આ બધુ અવલોકન કર્યા બાદ કોર્ટે  દ્વારા આ કેસમાં હવે આરોપી દંપતીને ં દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.


Google NewsGoogle News