રહેમાને છૂટાછેડા જાહેર કર્યા પછી તેની બાઝ પ્લેયર પણ પતિથી અલગ થઈ
રહેમાનનાં લગ્નના 29 વર્ષ બાદ છૂટાછેડા
રહેમાને છૂટાછેડા માટે હેશટેગ બનાવ્યું, એઆઈથી પોસ્ટ લખી હોવાની ટીકા
મુંબઇ : સંગીતકાર એ. આર. રહેમાન તથા તેની પત્ની સાયરાબાનુએ લગ્નનાં ૨૯ વર્ષ બાદ છૂટાછેડાની જાહેરાત ગઈ મોડી રાતે કરી હતી. યોગાનુયોગે રહેમાનની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ તેની ટીમની બાઝ પ્લેયર મોહિનીએ પણ પતિથી અલગ થઈ રહ્યાની જાહેરાત કરી હતી.
રહેમાન અને સાયરાને ખતીજા, રહીમા અને અમીન એમ ત્રણ સંતાનો છે.એ આર રહેમાન ૧૭૦૦ કરોડ રૃપિયાની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે.
એ આર રહેમાન અને પત્ની સાયરાબાનુના સંયુક્ત નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે, તેમના વચ્ચે મનદુઃખ થયું છે અને હવે તેઓ સાથે રહી શકે તેમ નથી.
રહેમાને આ પોસ્ટ બહુ અષ્ટપષ્ટમ રીતે લખી છે. તેણે એઆરઆરસાયરા બ્રેકઅપ એવું હેશટેગ પણ બનાવ્યું છે. નેટ યૂઝર્સનાં અનુમાન અનુસાર રહેમાને એઆઈની મદદથી આ સોશિયલ મીડિયા નોટ લખી હોય તેવું શક્ય છે.
જ્યારેબીજી બાજુ એ આર રહેમાનની ટીમની ૨૯ વરસની બાઝ પ્લેયર મોહીનીએ પતિ માર્ક હાર્ટસચ સાથે અલગ થયાની ઘોષણા કરી છે. . જીવનમાં અલગ-અલગ ચીજો ઇચ્છતા હોવાથી અલગ થવાનું જણાવ્યું છે. મોહિનીએ રહેમાન સાથે ૪૦ થી અધિક શોમાં કામ કર્યું છે.