અરબાઝ પછી હવે મલાઈકા પણ બીજાં લગ્ન માટે તૈયાર
કોઈ પ્રપોઝ કરે તો હા પાડી દેશે તેમ જણાવ્યું
જોકે, સીધેસીધું અર્જુનનું નામ મસ્તીમાં નથી ઉચ્ચારતી કે બ્રેક અપ થયું છે તે વિશે અટકળો
મુંબઇ : અરબાઝ ખાને શૌરા સાથે બીજાં લગ્ન કરી લીધાં બાદ હવે અરબાઝની ભૂતપૂર્વ પત્ની મલાઈકા અરોરા પણ બીજાં લગ્ન કરવા માટે તૈયાર છે.
એક ટીવી શોનો પ્રોમો વાયરલ થયો છે. તેમાં ફિલ્મ ડાયરેક્ટર ફરાહ અને મલાઈકા સંવાદ કરી રહ્યા છે. આ સંવાદ વખતે મલાઈકાએ જણાવ્યું છે કે પોતે પણ લગ્ન કરી લેવા માટે ઉત્સુક છે. કોઈ પ્રપોઝ કરે તો પોતે તરત હા પાડી દેશે.
જોકે, આ સંવાદ દરમિયાન મલાઈકાએ સીધેસીધું અર્જુન કપૂરનું નામ લીધું નથી.
મલાઈકા અને અર્જુન લાંબા સમયથી રિલેશનશિપમાં છે તે જાણીતું છે. વચ્ચે થોડા સમય બંને વચ્ચે બ્રેક અપની અફવા ઊડી હતી પરંતુ બાદમાં બંનેએ સાથે દેખા દઈને એ અફવાઓને ખોટી ઠેરવી હતી.
આ વખતે મલાઈકાએ અર્જુનનું નામ લેવાનું ટાળ્યું છે તો એ મસ્તી કરી રહી છે કે અર્જુન સાથે બ્રેક અપનો ઈશારો આપી રહી છે તે વિશે અનેક અટકળો સોશિયલ મીડિયા પર વ્યક્ત થઈ રહી છે.