આમિર પછી રણવીરની પણ ફેક વીડિયો અંગે એફઆઈઆરે
રાજકીય પ્રચાર કરતો દર્શાવાયો હતો
રણવીરે ચાહકોને ડીપ ફેક વીડિયોથી સાવધ રહેવા ચેતવણી આપી
મુંબઇ : આમિર ખાન બાદ હવે રણવીર સિંહે પણ ચૂંટણી પ્રચારના ડીપ ફેક વીડિયો અંગે મુંબઈ સાઈબર ક્રાઈમ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે.
રણવીર વારાણસીમાં મનિષ મલ્હોત્રાની ફેશન ઈવેન્ટમાં ભાગ લેવા ગયો હતો. ત્યાંનો તેનો વીડિયો વાયરલ થયો હતો. તેની સાથે ચેડાં કરીને કોઈએ એવો વીડિયો બનાવ્યો હતો જેમાં રણવીર એક રાજકીય પક્ષનો પ્રચાર કરી રહ્યો હોય તેમ લાગે છે.
રણવીરની ટીમે તરત જ આ વીડિયો ફેક હોવાનું જણાવ્યું હતું. બાદમાં રણવીરે પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને ડીપ ફેકથી સાવધ રહેવા જણાવ્યું હતું.
હવે તેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
રણવીર પહેલાં આમિર ખાનનો પણ આવો રાજકીય પ્રચારનો ડીપ ફેક વીડિયો વાયરલ થયો હતો. આમિરે પણ પોતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે પોતે ચાર દાયકાની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો નથી.