Get The App

37 વર્ષના લાંબી કાનૂની જંગ બાદ હાઈકોર્ટે ફ્લેટનો કબજો અપાવ્યો

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
37 વર્ષના લાંબી કાનૂની જંગ બાદ હાઈકોર્ટે ફ્લેટનો કબજો અપાવ્યો 1 - image


- બોરીવલીના દાવેદારને હયાતીમાં ન્યાય  ન મળ્યો

- ફરિયાદીએ પોતાના નામે બીજી મિલકત નહોવાની ખોટી માહિતી આપ્યાનો બિલ્ડરનો દાવો ફગાવાયો

- હવે ફ્લેટનો કબજો ત્રણ પુત્રીઓને વારસામાં મળશે

મુંબઈ : બોરીવલી પૂર્વના અશોકવનમાં ૧૯૮૧માં બુક કરેલો ફ્લેટ પાછો મેળવવા પિરવારે ૩૭ વર્ષ લાંબી કાનૂની જંગ લડવી પડી હતી. એટલામાં કેસ કરનારનું મોત થયું હતું અને હવે ફ્લેટ તેમની ત્રણ દીકરીઓને મળશે.

સિટી સિવિલ કોર્ટે તાજેતરમાં માર્ચ ૧૯૮૭માં ફ્લેટ ખરીદદારે બિલ્ડર સામે કરેલા કેસમાં નિકાલ આપ્યો હતો અને ડેવલપરને ફ્લેટનો કબજો બાકીની રકમની ચૂકવણી પર દાવેદારને આપવાનો આદેશ અપાય ો હતો.

ડેવલપરે જાન્યુઆરી ૧૯૯૫માં ફ્લેટ ખરીદદારો પાસેથી વધારાની રકમ માગતાં  ફ્લેટ ખરીદદાર અને ડેવલપર વચ્ચે વિવાદ થયો હતો.

ઈશ્વરસિંહ હઝારાસિંહે ૧૮ માર્ચ ૧૯૮૭માં મેસર્સ સુર્વિન ડેવલપમેન્ટ કોર્પોરેશન સામે કેસ કર્યો હતો કેમ કે અનેક વિનંતીઓ અને વાટાઘાટ પછી પણ ફ્લેટનો કબજો આપ્યો નહોતો. ઈશ્વરસિંહ કેસ દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.તેમની ત્રણ દીકરીઓએ ફ્લેટ માટે લડત ચાલુ રાખી હતી.

દાવો કરાયો હતો કે ઈશ્વરસિંહે સુર્વિન ડેવલપમેન્ટ સાથે આઠ નવેમ્બર ૧૯૮૧માં રૂ. ૬૮,૪૧૦ માટે અશોકવન બિલ્ડિંગમાં ફ્લેટ માટેકરાર કર્યા હતા. ૧૫ મે ૧૯૮૩માં ફ્લેટનો કબજો આપવાનો હતો. ઉપરાંત ઈશ્વરસિંહે રૂ. ૧૯,૦૫૦ની રકમ વધારાની સુવિધા માટે ડેવલપરને આપવાની તૈયારી બતાવી હતી.

ફરિયાદીએ ૪,૮૪૯.૫૫ની રકમ ડેવલપરને આપવાની બાકી હતી. પણ ડેવલપરે કરૂ. ૧૭,૯૪૬.૭૫ની રકમ જાન્યુઆરી ૧૯૮૫માં બાકીની રકમ તરીકે માગી હતી, નહીં આપવામાં અવતાં ડેવલપરે કરાર રદ કરવાની ધમકી આપી હતી. આથી ફરિયાદીએ કરારના ચોક્કસ અમલ માટે કેસ કર્યો  હતો.

કેસના જવાબમાં ડેવલપરે દાવો કર્યો હતો કે કંપનીએ વિસ્તારમાં વધારાની જમીન લીધી છે. કંપનીને આ પ્લોટ પર  ઘર બાંધવા સામે આર્થિક નબળા વર્ગ માટે મકાન બનાવાશે એવી શરત મૂકાઈ હતી. આ  શરત અનુસાર જેણે પણ ફ્લેટ ખરીદ્યા હતા તેમણે સોગંદનામું આપવાનું હતું કે તેમની પાસે શહેરમાં ક્યાંય  બીજુ ઘર નથી. ઈશ્વરસિંહે સોગંદનામું દાખલ કર્યું પણ વિગત ખોટી હતી.ડેવલપરે દાવો કર્યો હતો કે ઈશ્વરસિંહને હીરે પર્ચેઝ સ્કીમ (એચપીએસ) હેટળ ૧૯૬૨માં મ્હાડાની એમઆઈજી કોલોનીમાં ૧૫ વર્ષ માટે ફ્લેટ નંબર ૨૫૫ ફાળવાયો હતો. અશોકવનમાં ફ્લેટ  બુક કર્યો ત્યારે ઈશ્વરસિંહ આ ફ્લેટ ધરાવતા હતા. આથી તેઓ ફ્લેટ માટે માત્ર નથી.

કોર્ટે ડેવલપરના બચાવને ફગાવીને નોંધ્યું હતું કે બચાવ પક્ષે પોતાની બાજુ પુરવાર કરવા કોઈ પુરાવા રેકોર્ડ પર લાવ્યા નથી. એચપીએસ યોજનામાં ફાળવાયેલા ફ્લેટની માલિકી વ્યક્તિના નામે થઈ નથી. આથી આધારભૂત પુરાવા વિના ફરિયાદીને અપાત્ર કહી શકાય નહીં. ફ્લેટના વેચાણ માટેના કરાર ફરિયાદીએ પૂર્ણ કર્યા હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. 


Google NewsGoogle News