Get The App

અફઘાન રાજદૂત ઝાકિયા વાર્દકે મુંબઈ એરપોર્ટ પર 25 કિલો સોના સાથે પકડાતા રાજીનામું આપી દીધું

જેકેટ, લેગિંગ્સ, ની-કેપ, બેલ્ટમાંથી રૂ.18.6 કરોડનું સોનું મળી આવ્યું

ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના કોન્સલ જનરલ

Updated: May 5th, 2024


Google NewsGoogle News
અફઘાન રાજદૂત ઝાકિયા વાર્દકે મુંબઈ એરપોર્ટ પર 25 કિલો સોના સાથે પકડાતા રાજીનામું આપી દીધું 1 - image


Gold Smuggling News |  ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે મુંબઈ એરપોર્ટ પર ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના કોન્સલ જનરલ ઝાકિયા વાર્દકને દુબઈથી 25 કિલો સોનાની દાણચોરી કરવાના આરોપસર પકડયા હતા.

ઝાકિયાએ પહેરેલા જેકેટ, લેગિંગ્સ, નીકેપ અને બેલ્ટમાં સોનું સંતાડવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન રૂ. 18.6 કરોડનું સોનું જપ્ત કરાયું હતું. આ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો હતો.

ડીઆરઆઈના અધિકારીઓને ગત 25 એપ્રિલે સોનાની દાણચોરીની માહિતી મળી હતી. દુબઈથી ફલાઈટમાં સાંજે 5.45 વાગ્યે ઝાકિયા તેમના પુત્ર સાથે મુંબઈ આવ્યા હતા. તેમની પાસે પાંચ ટ્રોલી બેગ, એક હેન્ડબેગ, એક સ્લિંગ બેગ અને ગળાનું ઓશીકું હતું. તેઓ ગ્રીન ચેનલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના સામાનની તપાસણી કરતા કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. જોકે થોડા સમય પછી ડીઆરઆઈ અધિકારીઓએ તેમની પાસે સોનું છે કે કેમ તેની પૂછપરછ કરી હતી. ત્યારે બંનેએ ના પાડી દીધી હતી.

જેના કારણે ઝાકિયાને મહિલા અધિકારી દ્વારા શારીરિક તપાસ માટે એક અલગ રૂમમાં લઈ જવામાં આવી હતી. તે સમયે ઝાકિયાના જેકેટ, લેગિંગ્સ, ઘૂંટણની કેપ્સ અને કમરના બેલ્ટમાં સંતાડવામાં આવેલી સોનાલી લગડીઓ મળી આવી હતી.તેમને આ સોના બાબતે દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમની પાસે કોઈ દસ્તાવેજો નહોતા. આથી ઓફિસરે આ સોનું જપ્ત કર્યું હતું. તેમની સામે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનાની દાણચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

મુંબઈ એરપોર્ટ પર પકડાયા બાદ ઝાકિયાને તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર અંગ્રેજી ભાષામાં નિવેદન સાથે રાજીનામાનો પત્ર શેર કર્યો હતો. આ મામલે ઝાકિયા વાર્દકે કહ્યું હતું કે 'તે આશ્ચર્યચકિત અને ચિંતામાં છે કે તેમના પર સોનાની દાણચોરીનો આરોપ છે. આ કેસની ઝીણવટભરી તપાસ કરવી જરૂરી છે.'


Google NewsGoogle News