દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેએ રજૂ કરેલું સોગંદનામું ખોટું

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેએ રજૂ કરેલું સોગંદનામું ખોટું 1 - image

આદિત્ય્ની ભૂમિકાની તપાસની માંગ કરનારા અરજદારનો આરોપ

આદિત્યએ નાનાનાં અવસાન સહિતની ખોટી માહિતી આપી હોવાથી તેમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કરવાની રજૂઆત

મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની અડચણ વધવાની શક્યતા છે. આદિત્ય ઠાકરેએ કોર્ટમાં આ કેસમાં ખોટું સોગંદનામું દાખલ કર્યું હોવાનો આરોપ અરજદાર રાશિદ ખાન પઠાણે કર્યો છે. કોર્ટનું અવમાન કરવા બદલ આદિત્ય સામે કાર્યવાહી કરવાની માગણી તેમણે કરી છે.

દિશા સાલિયન મૃત્યુ કેસની તપાસ હજી પૂરી થઈ નથી. દિશાનું મૃત્યુ જે સમયે થયું હતું તે સમયે આદિત્ય ઠાકરેનો મોબાઈલ પણ એ જ વિસ્તારમાં શું કરી રહ્યો હતો એવો સવાલ પણ અરજદારે કર્યો હતો.

નાના ગુજરી ગયાનો દાવો પણ આદિત્યનો ખોટો હોવાનું રાશિદ ખાન પઠાણે કર્યો છે. આથી આદિત્યએ કોર્ટને ખોટી માહિતી આપતાં તેની સામે કાર્યવાહી કરવાની માગણી પઠાણે કરી છે.

દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ હાઈ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. આ કેસમાં કોઈ નિર્ણય આપવા પૂર્વે પોતાની બાજુ સાંભળવાની માગણી આદિત્ય ઠાકરેએ કરી છે. દિશા સાલિયન કેસમાં ઠાકરે પર ગંભીર આરોપ કરવામાં આવ્યા હોઈ આ કેસમાં હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

રાજપૂત અને સાલિયનની આત્મહત્યા કેસમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની તપાસ કરવાની માગણી કરતી અરજી રાશિદ પઠાણે કરી છે. આ કેસમાં આદિત્યની ધરપકડ કરીને તપાસ કરવાની માગણી કરાઈ છે. આથી હવે આદિત્યએ કેવિએટ દાખલ કરી છે.

અરજીમાં જણાવાયું છે કે આઠ જૂન ૨૦૨૦ના રોજ સાલિયન, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, સૂરજ પાંચોલી, સચિન વાઝે, એકતા કપૂરના મોબાઈલ લોકેશન તપાસવામાં આવે કેમ કે તે રાત્રે બધા ૧૦૦ મીટરના પરિસરમાં સાથે હતા. ૧૩ અને ૧૪ જૂન ૨૦૨૦ના રોજ રાજપૂત, રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે, અરબાઝ ખાન, સંદીપ સિંહ, શૌવિક ચક્રવર્તી આ બધાના લોકેશન તપાસવામાં આવે. તેમ જ બે દિવસની આસપાસના પરિસરમાં આદિત્ય ઠાકરે સંબંધીત બધા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે.

સુશાંતનું મૃત્યુ થયું એ દરમ્યાન આદિત્ય ઠાકરે અને રિયા ચક્રવર્તી વચ્ચે ૪૪ વાર શું વાતચીત થઈ ? એની તપાસ કરવામાં આવે. સુશાંત અને દિશાના મૃત્યુ પર સવાલ ઉઠાવનારા સર્વ સાક્ષીના પુરાવાની સઘન તપાસ કરવામાં આવે.

દરમ્યાન આદિત્ય ઠાકરેના નિકટવર્તી ગણાતા રાહુલ કનાલે શિંદે જૂથમાં પ્રવેસ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન કેસની ફાઈલ ફરી ઓપન કરીને સઘન તપાસની માગણી કનાલે કરી છે. સાલિયન કેસમા ંકાર્યવાહી ટાળવા તેણે શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હોવાની ટીકા થઈ હતી. તેને જવાબ આપવા કનાલે સઘન તપાસની માગણી કરી હતી.


Google NewsGoogle News