Get The App

પાસપોર્ટના વાંકે 1 વર્ષનાં અફઘાની બાળકની દત્તક પ્રક્રિયા અટકી

Updated: Feb 16th, 2023


Google NewsGoogle News
પાસપોર્ટના વાંકે 1 વર્ષનાં અફઘાની બાળકની દત્તક પ્રક્રિયા અટકી 1 - image


ભારતમાં બાળકના જન્મ સાથે જ માં-બાપે એક સંસ્થામાં મૂકી દીધું

દત્તક આપવા યોગ્ય હોવા છતાં નાગરિકત્વના અભાવે વિલંબઃ કેન્દ્રનાં ગૃહ ખાતાંને હાઈકોર્ટની નોટિસ

 મુંબઈ :  ત્યજી દેવાયેલા એક વર્ષના અફઘાની બાળકને દત્તક આપી શકાય એ માટે તેને  ભારતીય પાસપોર્ટ જારી કરવા અંગે બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્રીય ગૃહ ખાતાને નોટિસ જારી કરી છે. ટ્રાવેલ ડોક્યુમેન્ટ વિના દત્તક માટે યોગ્ય હોવા છતાં કોઈ વાલી તેને દત્તક લઈ શકશે નહીં એમ કોર્ટે નોંધ્યું હતું. 

ભારતીય સમાજ સેવા કેન્દ્ર નામની એજન્સીએ અરજી કરીને ભારતમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં અફઘાની યુગલને અવતરેલા બાળકને ભારતીય પાસપોર્ટ આપવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને નિર્દેશ આપવા દાદ માગી હતી. જન્મદાતા માતાપિતા આ બાળકને એક દિસનનું હતું ત્યારે જ અરજદાર સંસ્થા પાસે મૂકી ગયું હતું. 

બાળક ભારતમા ંજન્મ્યુ હોવાથી તેને ભારતીય પાસપોર્ટ મળવો જોઈએ જે અપાયો નથી. દત્તક માટે યોગ્ય હોવા છતાં આ પ્રક્રિયા  નાગરિકત્વના અભાવે અટવાઈ પડી છે. કોર્ટે નોંધ્યું હતું કે બાળ કલ્યાણ કમિચીએ બાળકને દત્તક આપવા માટે યોગ્ય હોવાનું જાહેર કર્યા બાદ કેટલીક પ્રક્રિયા અનુસરાઈ રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ પ્રક્રિયા બાળકના નામે પાસપોર્ટ વિના થઈ શકે તેમ નથી. 

આ વાત ટેક્નિકલી સાચી હશે પણ પાસપોર્ટ વિના દત્તક લેનાર માતાપિતા તેને ભારતની બહાર પણ લઈ જઈ શકશે નહીં. આ બે કાયદાકીય મુદ્દા અમારી સામે છે પરંતુ તમામ પક્ષકારોના સહકારથી આ મુદ્દો ઉકેલી શકાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

કોટે આ પ્રકરણે ગૃહ ખાતાને નોટિસ મોકલાવીને સુનાવણી પહેલી માર્ચ પર રાખી છે.



Google NewsGoogle News