ધો.11માં પણ પહેલાં મેરિટમાં 86થી 90 ટકા ધરાવતાં વિદ્યાર્થીઓને જ પ્રવેશ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
ધો.11માં પણ પહેલાં મેરિટમાં 86થી 90 ટકા ધરાવતાં વિદ્યાર્થીઓને જ પ્રવેશ 1 - image


મુંબઈ મહાનગરનું એફવાયજેસીનું પહેલું  મેરિટ જાહેર

55655 વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગીની કૉલેજ ફાળવવામાં આવી, આ વિદ્યાર્થીઓએ એડમિશન લેવું ફરજિયાત, નહિતર 1 રાઉન્ડમાંથી બાદ

મુંબઇ :  મુંબઈ મહાનગર વિસ્તારમાં ધો.૧૧ની કેન્દ્રિય પ્રવેશની પ્રથમ ગુણવત્તા યાદી (મેરિટ) ગુરુવારે સવારે ૧૦ વાગ્યે ઓનલાઈન જાહેર કરાઈ હતી. દરવર્ષ પ્રમાણે આ વર્ષે પણ મુંબઈની કૉલેજોના કટઑફ ૯૦ પાર રહ્યાં છે. પ્રથમ મેરિટમાં જેમનું નામ આવ્યું છે, તે વિદ્યાર્થીઓએ પહેલી જુલાઈની સાંજે ૬ વાગ્યા સુધીમાં એડમિશન લઈ લેવાના રહેશે.  

મુંબઈ મહાનગર વિસ્તારની વિવિધ કૉલેજોમાં ૨,૪૯,૦૫૦ સીટ્સ માટે ૨,૨૮,૩૧૨ વિદ્યાર્થીઓ પાત્ર ઠર્યા છે. તેમાંના ૧,૩૦,૬૫૦ વિદ્યાર્થીઓને કૉલેજ ફાળવવામાં આવી છે. તેમાંય ૫૫,૬૫૫ વિદ્યાર્થીઓને પહેલી પસંદગીની કૉલેજ ફાળવાઈ છે. ૨૦,૭૮૩ વિદ્યાર્થીઓને બીજી તો ૧૪,૪૪૮ વિદ્યાર્થીઓને ત્રીજી પસંદગીક્રમની જૂનિયર કૉલેજ મળી છે. જે વિદ્યાર્થીઓને પહેલી પસંદગીની કૉલેજ મળી છે, તેમણે એડમિશન લેવું ફરજિયાત છે. જો આ વિદ્યાર્થીઓ એડમિશન નહીં લે તો તેમને આગળના એક એડમિશન રાઉન્ડમાંથી બાદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને ૦૨થી ૧૦ પસંદગીક્રમાંકમાંની કૉલેજ મળી છે, તેમને જો એડમિશન લેવું હોય તો કૉલેજમાં જઈ પ્રવેશ નિશ્ચિત કરાવી લેવો અને જો એડમિશન ન લેવું હોય તો તે માટેની વિગત ધો.૧૧ની એડમિશન પોર્ટલ પર આપેલી છે.

પ્રથમ મેરિટમાં મુંબઈ મહાનગર વિસ્તારમાં વિવિધ કૉલેજોમાં આર્ટ્સની ૩૪,૮૦૦ સીટ્સ ઉપલબ્ધ છે, તેમાંથી ૧૨,૮૦૮ વિદ્યાર્થીઓને કૉલેજ ફાળવવામાં આવી છે. તેમજ કોમર્સમાં ઉપલબ્ધ ૧,૨૬,૭૫૫ સીટ્સમાંથી ૬૯,૦૬૦વિદ્યાર્થીઓને કૉલેજ ફાળવવામાં આવી છે. જ્યારે સાયન્સ સ્ટ્રીમમાં ૮૪,૨૦૫ સીટ્સ ઉપલબ્ધ છે અને ૪૮,૧૪૩ વિદ્યાર્થીઓને જ્યારે પ્રોફેશનલ કોર્સમાં ૩,૨૯૦ સીટ્સમાંથી ૬૩૯ સીટ્સ પર એડમિશન માટે કૉલેજ ફાળવવામાં આવી છે.   



Google NewsGoogle News