બાંધકામ તથા કોમન વપરાશના ક્ષેત્રફળથી વધારાનો પ્લોટ હસ્તાંતરિત ન થઈ શકે

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
બાંધકામ તથા કોમન વપરાશના ક્ષેત્રફળથી વધારાનો પ્લોટ હસ્તાંતરિત ન થઈ શકે 1 - image


પ્લોટના મોટા લેઆઉટ પરની ઈમારતને લઈ હાઈકોર્ટનો આદેશ

ઈમારતના બાંધકામ હેટળના ક્ષેત્રફળ અને સામાયિક સુવિધાના વિસ્તારથી વધુ હસ્તાંતરણ થઈ શકે નહીં

મુંબઈ :  ઘર ખરીદી કર્યા  બાદ રહેવાસીઓએ એકત્ર આવીને સ્થાપીત કરેલી સહકારી ગૃહનિર્માણ સંસ્થાને જગ્યાની માલિકી હસ્તાંતરીત થવી મહત્ત્વની છે. ડેવલપર હસ્તાંતરીત  કરે નહીં તો મહારાષ્ટ્ર ફલેટ ઓનરશિપ એક્ટ ( મોફા) કાયદા હેઠળ થઈ શકે છે, પરંતુ પ્લોટના મોટા લેઆઉટમાં વિવિધ તબક્કે અને જુદા જુદા સમયે ઈમારતો ઊભી થઈ હોય તો? એવો કાયદાકીય પ્રશ્ન હાઈ કોર્ટ સમક્ષ આવ્યો હતો. કોર્ટે મહત્ત્વપૂર્ણ નિકાલ આપીને ઈમારતના બાંધકામ હેઠળના ક્ષેત્રફળ અને કોમન વપરાશના સંબંધીત ક્ષેત્રફળ કરતાં વધારાનો પ્લોટ હસ્તાંતર કરી શકાતો નહોવાનું સ્પષ્ટ કર્યું છે.

લોઅર પરેલમાં મેરેથોન ઈરા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ જેટલા ક્ષેત્રફળ સંબંધી હસ્તાંતરણની અરજી કરી હતી એ સબ રિજસ્ટ્રારે ફગાવી હતી. આથી સોસાયટીએ ૨૦૧૮માં રિટ અરજી દ્વારા પડકાર ફેંક્યો હતો.

આ સિવાય અન્ય કેટલીક સોસાયટીની પણ આવા મુદ્દા પર અગાઉની અરજીઓ આવી હતી.  જેના પર ન્યા. ગૌતમ પટેલે આ ચુકાદો આપ્યો હતો તેમ જ મેરેથોન ઈરાને નિયમ મુજબ ફરી અરજી કરવાની તક આપી હતી.

બંધ પડેલી મિલની ભવ્ય જમીન પર મેરેથોન નેક્સ્ટ જેન રિઅલ્ટી લિ. કંપનીએ  પ્રોજેક્ટ  ઊભો કર્યો હતો. જેમાં ૬૭૮૭.૮૨ ચો.મી. જમીન પર ચાર વિંગ ધરાવતી મેરેથોન ઈરા ઈમારત ઊભી કરી હતી. આ ઈમારતમાં ઓસી ૨૦૧૦માં મળ્યું હતું. દરમ્યાન કંપનીએ પ્લાનમા ંસુધારો કરીને વધુ ડેવલપમેન્ટ પ્રસ્તાવિક કર્યા હતા. આને પગલે સોસાયટીએ એક આર્કિટેક્ટનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. એફએસઆઈ અનુસાર કરાવામાં આવેલા બાંધકામની  દૃષ્ટિએ ે લેઆઉટમાંના ૫૬ ટકા જગ્યા બાબતે અધિકાર મેળવવો જોઈએ એવો નિષ્કર્ષ માંડવામાં આવ્યો અને સોસાયટીએ હસ્તાંતરણ માટે અરજી કરી હતી. અતિરિક્ત ક્ષેત્રફળ સહિત અરજી હોવાથી સબ રજિસ્ટ્રારે નકારી હતી.

આથી ઈમારતના ક્ષેત્રફળ સિવાય અતિરિકત જગ્યા બાબતે  હસ્તાંતરણ થઈ શકે? એવો સવાલ કોર્ટ સમક્ષ હતો. પરંતુ મોટા લેઆઉટમાં વિકાસ કરતી વખતે સંપૂર્ણ જમીનનો વિચાર કરીને એફએસઆઈની ગણના થાય છે. એ સિવાય જુદા જુદા તબક્કે અને વિવિધ સમયે વિકાસ થાય છે. એવી સ્થિતિમાં જેટલા  વિસ્તારમાં ઈમારતનું બાંધકામ થયું છે એ ક્ષેત્રફળ અને તેટલા પ્રમાણમાં  કોમન સુવિધાનો ઉપયોગ થયેલા વિસ્તાર જ  આ  સંબંધિત  ઈમારતને હસ્તાંતરીત થઈ શકે, એમ સરકારના ૨૨ જૂન ૨૦૧૮ના જીઆરનીજોગવાઈ સાથે સહમત હોવાનું કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.



Google NewsGoogle News