સટ્ટાબાજીની એપ પર આઈપીએમ સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ
સંજય દત્તે હાજર થવા માટે મુદત માગી
મહારાષ્ટ્ર સાયબર એપને 29 એપ્રિલ પહેલા હાજર થવાનો આદેશ આપ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ : મહારાષ્ટ્ર સાયબર એપે મહાદેવ ઓનલાઈન દેમિંગ અનવે સટ્ટાબાજીની એપ્લિકેશનની સબસિડયરી એપ પર આઈપીએલ મેચ જોવાના કથિત પ્રમોશનના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. એમાં એક અધિકારીએ ગુરૃવારે જણાવ્યું હતું. આ કેસમાં અભિનેતા સંજય દત્તે નિવેદન નોંધાવવા હાજર થવા વધુ દિવસની મુદત માગી છે તેણે શૂટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ આપ્યું હતું.
અભિનેત્રી તમન્નાને મહારાષ્ટ્ર સાયબર સેલે ૨૯ એપ્રિલ પહેલા હાજર થવા માટે કહ્યું છે.
૨૦૨૩માં આઈપીએલની કેટલીક મેચો આ એપ પર ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરવામાં આવી હતી.
આ મામલામાં સાક્ષી તરીકે નિવેદન નોંધાવવા અભિનેત્રીને બોલાવવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટર સાયબર સેલે આ કેસમાં ગાયક બાદશાહ તથા અભિનેતા સંજયદત્ત અને જેકલીન ફર્નાન્ડીજના મેનેજેરના નિલેદન નોંધી લીધા છે.
મહાદેવ એપ સંબંધિત ગેરકાયદેસર આર્થિક વ્યવહારો અને સટ્ટાબાજીને લઈનો વિવિધ તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ છે.