એક્ટર સાહિલ ખાને આગોતરા જામીન માટે કરેલી અરજી ફગાવાઈ
મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં સંડોવણી
આંબોલી પોલીસે નોંધેલા ગુનાની તપાસમાં અભિનેતાનું નામ આવ્યું
મુંબઈ : મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસમાં બોલીવુડના અભિનેતા સાહિલ ખાને આગોતરા જામીન માટે કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતાં અડચણ વધી છે. પોલીસે આ કેસમાં સૌરભ ચંદ્રાકર, રવી ઉપલ સહિત ૩૨ જણ સામે ગુનો નોંધ્યો હતો. ગુનામાં સાહિલ ખાનનું નામ પણ આવ્યા બાદ ધરપકડ ટાળવા તેણે કોર્ટમાં અરજી કરી હતી.
મહાદેવ ઓનલાઈન બેટિંગ કેસમાં આંબોલી પોલીસે સાહિલ ખાન સહિત છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. ગુનાની તપાસ માટે પોલીસે એસઆઈટીની સ્થાપના કરી હતી. કેસમાં ૧૫ હજાર કરોડનો આર્થિક ગેરવ્યવહાર થયાનો આરોપ છે.
કેસમાં ફરિયાદીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તકીમની પણ સંડોવણી હોવાનું જણાવ્યું છે. આ સંબંધે સાહિલની તપાસ થશે. આરોપીઓએ ૬૭ બેટિંગ સાઈટ તૈયાર કરી છે અને લોકોને ગેરકાયદે સટ્ટા લગાવવા પ્રેરીત કરાય છે. પૈૈસા કાઠવા અને જમા કરવા આરોપીઓએ ૨૦૦થી વધુ સિમકાર્ડનો ઉપયોગ કરાયો હોવાથી અ સિમ કાર્ડ માટ બનાવટી દસ્તાવેજ વપરાયા છે.
ેશ બહાર પૈસા મોકલવા ક્રિપ્ટો કરન્સીમાં રૃપાંતરીત કરવા ૧૭૦૦ બનાવટી બેન્ક ખાતા તૈયાર કરાયા હતા. પ્રચાર માટે ૧૦૦૦થી વધુ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપનો ઉપયોગ કરાયો છે. આ કેસમાં સાહિલ ખાન ઉપરાંત બોલીવુડની અનેક જાણીતી હસ્તીના નામ આગળ આવ્યા હતા. સાહિલ ખાન હાલ ફિલ્મોથી ૂર રહીને ફિટનેસ એક્સપર્ટ બન્યો છે.