Get The App

અભિનેતા સાહિલ ખાનને 7 મે સુધી પોલીસ કસ્ટડી

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
અભિનેતા સાહિલ ખાનને 7 મે સુધી પોલીસ કસ્ટડી 1 - image


મહાદેવ બેટિંગ એપ કેસમાં થયેલી ધરપકડ

મુંબઈ :  મહાદેવ બેટિંગ એપ કેસમાં આરોપી અભિનેતા સાહિલ ખાનને સાત મે સુધી પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. મહાદેવ બેટિંગ એપ કેસ સંબંધે મુંબઈ ક્રાઈમ બ્રાંચની વિશેષ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (એસઆઈટી)એ અટકાયતમાં લીધા બાદ ૨૮ એપ્રિલે સાહિલ ખાનને છત્તીસગઢથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. 

ખાન મુંબઈથી નાસી ગયો હતો અને સતત પોતાનું સ્થળ બદલી રહ્યો હતો. અભિનેતા સામે બેટિંગ સાઈટ ચલાવવા અને ગેરકાયદે બેટિંગ પ્રવૃત્તિ ચલાવવાનો આરોપ છે. માટુંગા પોલીસે મહાદેવ બેટિંગ એપની કરેલી તપાસમાં તેનું નામ બહાર આવ્યં હતું.



Google NewsGoogle News